AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ, શ્રમજીવીઓના ઝૂંપડા ભસ્મીભૂત, જુઓ Video

Breaking News : અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ, શ્રમજીવીઓના ઝૂંપડા ભસ્મીભૂત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2026 | 5:09 PM
Share

અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રિજ નજીક એક સ્ક્રેપ ગોડાઉનમાં કેમિકલ વેસ્ટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો.

અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રિજ નજીક આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ગોડાઉનમાં રાખેલા કેમિકલ વેસ્ટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બે ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. ભારે જહેમત બાદ આગને નિયંત્રણમાં લેવામાં સફળતા મળી હતી. જોકે, આ ભીષણ આગના કારણે ગોડાઉન નજીક આવેલા શ્રમજીવીઓના અનેક ઝૂંપડા પણ આગની લપેટમાં આવી ગયા હતા.

Ankleshwar Chemical Blaze at Panoli Scrap Yard Destroys Labourers Homes

ઝૂંપડાઓમાં લાગેલી આગને કારણે શ્રમજીવીઓની ઘરવખરીનો સમાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. ગરીબ શ્રમજીવીઓએ પોતાની માલમિલકત ગુમાવતા તેમને મોટું નુકસાન થયું હતું. આ ઘટનાએ સ્થાનિક લોકો અને શ્રમજીવીઓમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. તંત્ર દ્વારા નુકસાનગ્રસ્તોને સહાય પૂરી પાડવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાયો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">