AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: TET મુક્તિની માગ સાથે અમદાવાદમાં શિક્ષકોનો હલ્લાબોલ, કલેક્ટર કચેરી બહાર ધરણાં પર બેઠા

Breaking News: TET મુક્તિની માગ સાથે અમદાવાદમાં શિક્ષકોનો હલ્લાબોલ, કલેક્ટર કચેરી બહાર ધરણાં પર બેઠા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2026 | 9:44 AM
Share

અમદાવાદમાં પ્રાથમિક શિક્ષકોએ TET પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં શિક્ષકો કલેક્ટર કચેરી બહાર એકત્રિત થયા હતા અને પોતાની માંગણીઓને લઈને ધરણાં પર બેઠા હતા. શિક્ષકોનું કહેવું છે કે વર્ષોનો અનુભવ ધરાવતા શિક્ષકોને ફરીથી TET જેવી પરીક્ષા આપવાની ફરજ પાડવી યોગ્ય નથી.

કાર્યક્ષમતા અનેક વર્ષોથી સાબિત થઈ ચૂકી છે

વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષકોએ ખાસ કરીને 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ ઉઠાવી હતી. તેમનું માનવું છે કે તેઓ લાંબા સમયથી શિક્ષણ કાર્ય કરી રહ્યા છે અને તેમની કાર્યક્ષમતા અનેક વર્ષોથી સાબિત થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ફરીથી પરીક્ષા આપવાનો નિર્ણય શિક્ષકો માટે અન્યાયી છે.

શિક્ષકોએ સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગને વેગ આપ્યો

શિક્ષક આગેવાનોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે અનુભવી શિક્ષકોની લાગણી અને વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી જોઈએ. તેમણે સરકારને આ મુદ્દે તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી હતી.

કલેક્ટર કચેરી બહાર થયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષકોએ સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગને વેગ આપ્યો હતો. આંદોલનને લઈને શિક્ષક વર્ગમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હવે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર હજારો શિક્ષકોની નજર મંડાયેલી છે.

International Yoga Day 2026 : કોલકાતામાં PM મોદીએ તો ગુજરાતમાં અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે કર્યા યોગ, જુઓ ફોટો

Published on: Jun 21, 2026 09:44 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">