AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માર્કેટ બંધ થતાં જ ₹720 કરોડના બાયબેકની ‘મોટી જાહેરાત’, ₹1125ના બમ્પર ભાવે 64 લાખ ઇક્વિટી શેર પાછા ખરીદશે ‘કંપની’

શેરબજારના રોકાણકારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે, એક જાણીતી કંપનીએ તેના રોકાણકારો માટે 720 કરોડ રૂપિયાના મોટા બાયબેકની જાહેરાત કરી છે, જેના માટેની મહત્વની તારીખો અને કિંમત પણ નક્કી કરી દેવામાં આવી છે.

| Updated on: Jun 20, 2026 | 3:00 PM
Share
Cyient Ltd એ શુક્રવારે શેરબજાર બંધ થયા પછી શેર બાયબેકની જાહેરાત કરી છે. એક્સચેન્જને આપેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે, તેણે પોતાના 720 કરોડ રૂપિયાના શેર બાયબેક અંતર્ગત 19 જૂન 2026 રોજ લેટર ઓફ ઓફર જાહેર કરી દીધો છે. કંપની 1125 રૂપિયા પ્રતિ શેરના ભાવે મહત્તમ 64 લાખ ઇક્વિટી શેરનું બાયબેક કરશે, જે તેની કુલ પેઇડ-અપ ઇક્વિટી કેપિટલના આશરે 5.76 ટકા જેટલી છે.

1 / 7
કંપનીએ જણાવ્યું હતું કે, બાયબેક 'ટેન્ડર ઓફર રૂટ' દ્વારા કરવામાં આવશે અને આ બાયબેકનું કુલ કદ 720 કરોડ રૂપિયા સુધીનું હશે. શેર બાયબેક (Share Buyback) એ એવી પ્રક્રિયા છે, જેમાં કોઈ લિસ્ટેડ કંપની પોતાના જ શેરને વર્તમાન શેરધારકો પાસેથી નક્કી કરેલી કિંમતે પરત ખરીદે છે.

2 / 7
Cyient એ પોતાના 720 કરોડ રૂપિયાના શેર બાયબેક માટે 17 જૂન રેકોર્ડ ડેટ નક્કી કરી હતી. આનો અર્થ એ થાય છે કે, જે રોકાણકારોના ડીમેટ ખાતામાં આ તારીખ સુધી કંપનીના શેર હાજર હતા, તેઓ જ આ બાયબેકમાં ભાગ લેવા માટે પાત્ર ગણાશે. સેબી (SEBI) ના T+1 સેટલમેન્ટ નિયમના કારણે હવે આ તારીખ પછી શેર ખરીદનારા રોકાણકારોને બાયબેકનો લાભ મળશે નહીં. રેકોર્ડ ડેટ નીકળી ગયા પછી સામાન્ય રીતે આવા શેરોમાં પ્રોફિટ બુકિંગ (મુનાફાવસૂલી) જોવા મળતી હોય છે અને Cyient સાથે પણ કંઈક આવું જ થતું જોવા મળ્યું હતું.

3 / 7
કંપનીએ એપ્રિલમાં જાહેરાત કરી હતી કે, તે મહત્તમ 64 લાખ શેરને 1125 રૂપિયા પ્રતિ શેરના ભાવે પરત ખરીદશે. Cyient નું વર્ષ 2019 પછીનું આ પ્રથમ બાયબેક છે. તાજેતરમાં જ કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, શેરધારકોએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જો કે, એન્ટાઇટલમેન્ટ રેશિયો અને અન્ય મહત્વપૂર્ણ વિગતો હજુ જાહેર થવાની બાકી છે.

4 / 7
બાયબેક માટે ટેન્ડર વિન્ડો 23 જૂન 2026 ના રોજ સવારે 10 વાગ્યે ખુલશે અને 30 જૂન 2026 ના રોજ સાંજે 5 વાગ્યે બંધ થશે. કંપનીએ પાત્ર શેરધારકો માટે એન્ટાઇટલમેન્ટ રેશિયો પણ નક્કી કર્યો છે. આ અંતર્ગત નાના શેરધારકોને રેકોર્ડ ડેટ પર તેમની પાસે રહેલા દર 19 શેર પર 2 શેર બાયબેકમાં આપવાનો અધિકાર રહેશે, જ્યારે બીજા પાત્ર શેરધારકોને દર 14 શેર પર 1 શેર ટેન્ડર કરવાનો (આપવાનો) અધિકાર મળશે.

5 / 7
કંપનીએ જણાવ્યું હતું કે, 19 જૂન 2026 ની તારીખ વાળો 'લેટર ઓફ ઓફર' તે શેરધારકોને ઇલેક્ટ્રોનિક માધ્યમથી મોકલવામાં આવશે, જેમણે પોતાના ઇમેઇલ એડ્રેસ ડિપોઝિટરી અથવા કંપની પાસે રજીસ્ટર કરાવેલા છે. આ સિવાય જે શેરધારકોના ઇમેઇલ એડ્રેસ રજીસ્ટર નથી, તેમને આની ફિઝિકલ કોપી મોકલવામાં આવશે.

6 / 7
શેર બાયબેક એ એવી પ્રક્રિયા છે, જેમાં કંપની પોતાના જ શેર બજારમાંથી પાછા ખરીદે છે. સામાન્ય રીતે આ ખરીદી રોકાણકારોને આકર્ષવા માટે વર્તમાન બજાર ભાવ કરતા વધુ કિંમતે કરવામાં આવે છે. કંપનીઓ અવારનવાર વધારાની રોકડનો ઉપયોગ કરવા, શેરધારકોને વળતર આપવા, શેરના ભાવને સપોર્ટ આપવા અથવા પ્રમોટર્સનો હિસ્સો વધારવા જેવા ઉદ્દેશ્યોથી બાયબેકનો નિર્ણય લેતી હોય છે. કંપનીએ જણાવ્યું હતું કે, Axis Capital ને આ બાયબેકના મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે KFin Technologies રજિસ્ટ્રારની ભૂમિકા ભજવશે. શુક્રવારે બીએસઈ (BSE) પર Cyient નો શેર 859 રૂપિયા પર બંધ થયો હતો.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સોનામાં રોકાણ કરવાની કઈ રીત છે ‘શ્રેષ્ઠ’ ? રિટર્નથી લઈને ટેક્સ સુધી… જાણી લો કયો વિકલ્પ છે ‘બેસ્ટ’

Follow Us
યુસુફ પઠાણને ઝટકો ! પ્લોટની થશે હરાજી, પાલિકાનો મોટો નિર્ણય

ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત, સરકારે ખેતી અંગે લીધો મોટો નિર્ણય

નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા

દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો

અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video

મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો

ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર

અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત

મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ

g clip-path="url(#clip0_868_265)">