AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News  : મેક ડોનાલ્ડ્સની લાપરવાહી, વેજ ઓર્ડરમાં નોનવેજ ફુડ આવ્યું, જુઓ Video

Breaking News : મેક ડોનાલ્ડ્સની લાપરવાહી, વેજ ઓર્ડરમાં નોનવેજ ફુડ આવ્યું, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2026 | 10:31 AM
Share

કચ્છ ભુજના મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ સામે આવ્યો હતો.વેજ ઓર્ડરની જગ્યાએ નોનવેજ અપાયું હોવાનો ગ્રાહકનો આક્ષેપ છે.ગ્રાહકે સમગ્ર મામલે બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી

ભુજના ત્રિમંદિર નજીકની એક એવી ઘટના સામે આવી છે. જે સાંભળી તમે પણ ફાસ્ટફુડ ખાવાનું છોડી દેશો. તમે જ્યારે વેજનો ઓર્ડર આપો અને તમારી ડીશમાં નોનવેજ પીરસવામાં આવે તો તમે શું કરો. આ ઘટનાને બેદરકારી નહી તો શું કહેવાય. આવી ઘટના પહેલી વખત નહી અનેક વખત સામે આવી ચૂકી છે. કે, જ્યારે ગ્રાહક વેજ ઓર્ડર મંગાવે તો તેના ટેબલ પર નોનવેજ પીરસવામાં આવે છે. આવી ઘટના કેટલીક વખત ઓનલાઈન ઓર્ડરમાં પણ સામે આવી ચૂકી છે. જ્યારે ગ્રાહકો ઓનલાઈન વેજ ફુડનો ઓર્ડર કરે તો તેના પાર્સલમાં નોનવેજ આવે છે.

મેક ડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટમાં વિવાદ

ભુજના ત્રિમંદિર નજીક આવેલ મેક ડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટમાં વિવાદ સામે આવ્યો છે. મેક ડોનાલ્ડ્સવેજ ઓર્ડરની જગ્યાએ નોનવેજ આપવામાં આવ્યો હોવાનો ગ્રાહકનો આક્ષેપ છે.ગ્રાહકના જણાવ્યા મુજબ તેમણે વેજ ખોરાકનો ઓર્ડર આપ્યો હતો પરંતુ તેમને નોનવેજ ખોરાક આપવામાં આવ્યો હતો.આ ઘટનાને પગલે ગ્રાહકમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ગ્રાહકે રેસ્ટોરન્ટના સંચાલકો સામે નારાજગી વ્યક્ત કરી છે.ગ્રાહકે સમગ્ર મામલે બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

થોડા સમય પહેલા અમદાવાદના બોપલ મેક ડોનાલ્ડમાંથી ગ્રાહકે વેજ બર્ગરનો ઓર્ડર કર્યો હતો. ઓનલાઇન ફૂડ ડિલિવરી એપથી ફૂડ માટે ઓર્ડર કર્યો હતો.ઓનાલાઇન માગાવેલા ફૂડમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગર મોકલ્યું હતુ. ગ્રાહકે મેક ડોનાલ્ડમાં જઇને રજૂઆત કરતા ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હતુ. મેક ડોનાલ્ડ શોપના સંચાલકોએ ભૂલ સ્વીકરવામાં આનાકાની કરી હતી. કીચનમાં પણ વેજ અને નોનવેજ વસ્તુઓ સાથે રાખતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

જ્યારે વેજ અને નોનવેજ બનાવતી રેસ્ટોરન્ટ હોય છે. ત્યારે તેની તકેદારી રાખવાની ખુબ જરુરી હોય છે. ત્યારે આ એક ચોંકવનાર ઘટના કહી શકાય છે.

 

 

Ahmedabad Breaking News : મેક ડોનાલ્ડમાંથી ગ્રાહકે ઓર્ડર કર્યો વેજ બર્ગરનો, મળ્યુ નોનવેજ બર્ગર,જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">