Ram Rajya: ‘રામરાજ્ય’નો યુગ ? રામચરિતમાનસમાં વર્ણવેલ રામરાજ્ય વિશે દરેક યુવાએ જાણવું જરૂરી
કહેવાય છે કે, રામરાજ્ય એક આદર્શ શાસન હતું. રામરાજ્યમાં દુ:ખ, ગરીબી, અજ્ઞાન, અન્યાય અને પાપ જોવા જ મળતું નહોતું. રામરાજ્યમાં, વ્યક્તિઓ પોતાનું જીવન ખુશીથી અને સંતોષથી જીવતા. જો કે, આજની યુવાપેઢી પણ કલ્પના કરે છે કે, આખરે આ રામરાજ્ય કેવું હતું?

રામરાજ્યમાં બધી જાતિના, વર્ગના અને સંપ્રદાયના લોકો પ્રેમથી હળીમળીને રહેતા હતા. રામચરિતમાનસ મુજબ, રામરાજ્ય દરમિયાન સમગ્ર પૃથ્વી પર સમયસર વરસાદ પડતો હતો અને વૃક્ષો તેમજ છોડ બધે ખીલી ઉઠતા હતા.

ભગવાન રામ ન્યાયના પ્રતીક હતા અને તેઓ રાષ્ટ્રીય હિત માટે પોતાના પરિવાર અને અંગત લાગણીઓનું બલિદાન આપતા હતા. રામરાજ્યમાં દરેક વ્યક્તિ વિદ્વાન અને બુદ્ધિશાળી હતા. ખાસ વાત તો એ કે, સમાજમાં દરેકને એકસરખું માન મળતું હતું.

"રામરાજ્ય" એ એક એવો શબ્દ છે કે, જેની ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી કલ્પના કરવામાં આવી રહી છે. ભગવાન રામના આ યુગને હજુ પણ એક આદર્શ સમય અને શાસન તરીકે જોવામાં આવે છે.

આજે પણ દરેક વ્યક્તિનો ઉદ્દેશ્ય રામરાજ્ય સ્થાપિત કરવાનો છે. એવામાં મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે, રામરાજ્યની કઈ વિશેષતાઓ હતી કે જેના કારણે તે દરેક યુગનું આદર્શ શાસન બન્યું. હવે આનો જવાબ ફક્ત રામાયણમાં જ મળી શકે છે અને ખાસ કરીને તુલસીદાસના 'રામચરિતમાનસ'માં. તો ચાલો રામચરિતમાનસ દ્વારા રામરાજ્યનું સુંદર વર્ણન સમજીએ.

રામચરિતમાનસમાં રામરાજ્યની વિશેષતા સમજાવતા કહેવામાં આવ્યું છે કે, "નહિં દરિદ્ર કો દુઃખ દરિદ્રતા, નહિં કો દુઃખી જીવ", આનો અર્થ એ છે કે રામરાજ્યમાં કોઈ પણ જીવ દુઃખી નહોતું અને કોઈ ગરીબી નહોતું. કોઈ જગ્યાએ યુદ્ધ, ઝઘડો, ગુનો કે અન્યાય નહોતો થતો. દરેક વ્યક્તિ પ્રેમથી સાથે રહેતા હતા.

રામચરિતમાનસમાં રામરાજ્યના સમયની પ્રકૃતિ અને સમૃદ્ધિનું પણ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. પ્રકૃતિ અને સમૃદ્ધિને ધ્યાનમાં લખાયું છે કે, "બરસા બરસઈ સકલ મહી ધરણી, ફૂલે ફલાહી વૃક્ષ લતા હરણી", આનો અર્થ એ છે કે રામરાજ્યમાં સમગ્ર પૃથ્વી પર સમયસર વરસાદ પડતો હતો. વૃક્ષો અને તમામ પ્રકારની વનસ્પતિ બધે ખીલી ઉઠતી. ટૂંકમાં કહીએ તો, રામરાજ્યમાં માત્ર માનવ સમાજ જ નહીં પરંતુ પ્રકૃતિ પણ ખુશ રહેતી હતી.

એવું કહેવાય છે કે, જ્યારે રાજા ધર્મનું પાલન કરતાં ત્યારે સમાજ સત્ય અને ધર્મ પર આધારિત રહેતું હતું. ખાસ વાત તો એ હતી કે, રાજા ધર્મનું પાલન કરતાં ત્યારે પ્રકૃતિ પણ સહયોગ આપતી હતી. આ રામરાજ્યનો વાસ્તવિક ગુણ હતો. રામરાજ્યમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો રહેતો નહોતો. દરેક પાસે રહેવા માટે ઘર, ખાવા માટે ખોરાક અને પહેરવા માટે કપડાં હતા.

ભગવાન રામ પોતે ન્યાયના પ્રતીક હતા અને તેઓ લોકોના કલ્યાણનું ધ્યાન રાખતા હતા. તેઓ રાષ્ટ્રના કલ્યાણ માટે પોતાના પરિવાર અને વ્યક્તિગત લાગણીઓનું બલિદાન આપતા હતા. રામરાજ્યના યુગમાં બધા લોકો ધર્મ, સત્ય, કરુણા અને દયાનું પાલન કરતા હતા.

બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્ય, શૂદ્રો, બધા જ પોતાના ધર્મ અને કર્મ અનુસાર વર્તન કરતા હતા. જાતિ, વર્ગ, લિંગ વગેરેને લઈને કોઈ ભેદભાવ જોવા મળતો નહોતો. સ્ત્રીઓનું સન્માન કરવામાં આવતું હતું અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેમનું આગવું સ્થાન હતું.

રામચરિતમાનસમાં ભગવાન રામના શાસનનું વર્ણન કરતાં લખવામાં આવ્યું છે કે, "રામ રાજ બૈઠે ત્રિલોકા, હર્ષિત ભયે ગયે સબ શોક્કા, દીનન દુઃખારી પ્રભુ, પાતક ઘન તમ સંહારી." આનો અર્થ એ છે કે, જ્યારે ભગવાન રામ શાસન કરતા હતા ત્યારે માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ ત્રણેય લોક (સ્વર્ગ, પૃથ્વી, પાતાળ)માં સુખ ફેલાતું હતું. બધા દુ:ખનો અંત આવતો હતો. ભગવાન રામ ગરીબોના દુઃખને દૂર કરતા તેમજ પાપના અંધકારનો પણ નાશ કરતા હતા.
(Disclaimer: અહીં આપેલી માહિતી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે. TV9 Gujarati આ માહિતીની સંપૂર્ણ ખાતરી આપતું નથી.)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































