PM Modi Sabar Dairy Visit: પશુપાલક માતાઓ-બહેનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો સંવેદનાસભર સંવાદ- એક ઝલક જૂઓ તસ્વીરોમાં
PM મોદી (PM Modi) સાબરકાંઠા સ્થિત સાબર ડેરીના (Sabar Dairy) પ્લાન્ટની મુલાકાત લીધી હતી. સાબર ડેરીમાં એક હજાર કરોડના પ્રોજેક્ટનું (Sabar Dairy Project) લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું હતું.

PM મોદી (PM Modi Gujarat Visit Live) 305 કરોડના ખર્ચે બનેલા મિલ્ક પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.

આજે એટલે કે 28 જુલાઈએ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સાબર ડેરી મુકામે પશુપાલક માતાઓ-બહેનો સાથે સંવેદનાસભર સંવાદ કર્યો હતો.

PM મોદીએ કહ્યું કે, ‘ગ્રામિણ ભારતને મજબુત કરવાનું લક્ષ્ય સાથે સરકાર આગળ વધી રહી છે.10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનો બનાવવા પર હાલ કામ થઈ રહ્યું છે,જેનાથી નાના ખેડુતોને સીધો ફાયદો થશે.’

સાબર ડેરીના વિકાસ પ્રોજેક્ટની મદદથી સાબર ડેરીમાં વિકાસનો નવો સુરજ ઉગશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, પશુપાન ક્ષેત્રમાં પુરુષો કરતા મહિલાઓ કામ વધી રહી છે.અને પશુ આરોગ્ય મેળા સહિતના આયોજનને કારણે પશુઓની યોગ્ય સારવાર થઈ રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, પ્લાસ્ટિક આપણા પશુઓ માટે દુશ્મન સાબિત થઈ રહ્યું હતું, એટલે જ આપણે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો છે, સાથે તેણે ગુજરાતની પ્રશંસા કરતા કહ્યું કે, ગુજરાતમાં સહકાર છે એટલે જ સમૃદ્ધિ છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ડેરી ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીમાં વધારો થવાને કારણે ડેરીનો વિકાસ થયો છે અને વધુમાં તેણે કહ્યું કે, મહિલાઓ આજે પશુની આયુર્વેદિક રીતે સારવાર કરતા થયા છે.