હૈદરાબાદમાં PM મોદીનો મેગા રોડ શો, ખુલ્લી જીપમાં ફર્યા શહેરમાં, જુઓ તસવીરો

તેલંગણાની વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર હવે લાસ્ટ સ્ટેજમાં છે. ચૂંટણી પ્રચાર પૂરો થવાના એક દિવસ પહેલા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં મેગા રોડ શો કર્યો હતો. પીએમ ખુલ્લી જીપમાં સવાર થઈને શહેરના અનેક વિસ્તારોમાં ફર્યા હતા. આ દરમિયાન રોડની બંને બાજુ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.

| Updated on: Nov 28, 2023 | 10:21 AM
તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ ચૂંટણીનો પ્રચાર પણ તેજ ગતિ પકડી રહ્યો છે. BJP વતી પીએમ મોદી જોરદાર રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. સોમવારે પીએમ મોદીએ હૈદરાબાદમાં મેગા રોડ શો કર્યો હતો તેમજ જ્યારે આ પહેલા PM મોદીએ મહબૂબાબાદમાં એક ચૂંટણી રેલીને પણ સંબોધિત કરી હતી.

1 / 5
પીએમ મોદીનો રોડ શો બેગમપેટ એરપોર્ટથી શરૂ થયો હતો અને ગ્રીનલેન્ડ, અમીરપેટ, પુંજાગુટ્ટા, રાજભવન, ઈકબાલ મિનાર, ખૈરાતાબાદ ફ્લાયઓવર, એનટીઆર માર્ગ, કટ્ટા માઈસમ્મા, અશોક નગર, આરટીસી એક્સ જેવા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને કાચીગુડામાં પૂર્ણ થયો હતો. ખુલ્લી જીપમાં ઉભીને પીએમ મોદીને જોવા માટે રોડની બંને બાજુએ લોકોની ભીડ ઉમટી પડી હતી. .

2 / 5
રોડ શો પહેલા તેલંગણાના કરીમનગરમાં એક રેલીના સંબોધન વખતે પીએમ મોદીએ રાજ્યની સત્તાધારી પાર્ટી BRS પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે તેલંગાણામાં બીઆરએસની બોટ ડૂબવાની છે અને તેમને ખબર પડી ગઈ છે કે 3જી ડિસેમ્બરે તેમની ટિકિટ કેન્સલ થઈ જશે. આ જોઈને કેસીઆરના પરિવારમાં પણ મતભેદ શરૂ થઈ ગયો છે.

3 / 5
કોંગ્રેસ પર પ્રહાર કરતાં પીએમએ કહ્યું કે, કોંગ્રેસને વોટ આપવાનો અર્થ છે કેસીઆર માટે ફરીથી સત્તામાં આવવાના દરવાજા ખોલવા. કોંગ્રેસના ધારાસભ્યો ક્યારે BRSમાં સ્વિચ કરશે તેની કોઈ ખાતરી નથી. કેસીઆરને સત્તા પરથી હટાવવાનો એક જ રસ્તો છે અને તે છે ભાજપને લાવવાનો.

4 / 5
તમને જણાવી દઈએ કે, તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે. મતદાનના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચારને મોકૂફ રાખવામાં આવશે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો પાસે મંગળવાર સુધીનો જ સમય છે. તેલંગણામાં પીએમ મોદી સિવાય પણ ભાજપના જેપી નડ્ડા સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓ રેલીઓ કરતાં જોવા મળ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
CBSE ધોરણ 10માં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75 છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ

રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો

કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો

ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ

અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">