Gujarati News » Photo gallery » Political photos » Gujarat Elections 2022 On the eve of democracy so many candidates voted from their seats see a glimpse of veteran leaders on one click
Gujarat Elections 2022 : લોકશાહીના પર્વ પર આ ઉમેદવારોએ કર્યું અમૂલ્ય મતદાન -જુઓ દિગ્ગજ નેતાઓની એક ઝલક એક ક્લિક
TV9 GUJARATI | Edited By: Meera Kansagara
Updated on: Dec 01, 2022 | 1:06 PM
Gujarat Elections 2022 : આજે ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમજ રાજ્યના આ પ્રથમ તબક્કાના મતદાનનો પ્રારંભમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓએ પણ પોતાની મતદાનની ફરજ અદા કરી હતી. જુઓ તેઓની એક ઝલક.
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં મતદાન કર્યું.
1 / 12
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મતદાન કરીને લોકોને પણ મત આપવા માટે અપીલ કરી છે.
2 / 12
ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં મતદાન કર્યું. સાથે ગુજરાતની જનતાને લોકશાહીના તહેવારની ઉજવણી કરવા અપીલ કરી છે.
3 / 12
ભૂજમાં વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ પરિવાર સાથે મતદાન કર્યુ. તો સાથે લોકશાહીના પર્વમા લોકોને જોડાવવા માટે પણ અપીલ કરી.
4 / 12
અમરેલીમાં પરેશ ધાનાણી સાઈકલ પર ગેસની બોટલ સાથે સવાર થઈને મતદાન કરવા પહોંચીને લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
5 / 12
અમરેલીમાં કેન્દ્રીય મંત્રી પરુષોત્તમ રૂપાલા મતદાન કરતા પહેલા ઈશ્વરીયા મહાદેવ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.
6 / 12
ગુજરાતના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરતમાં મતદાન કર્યું.
7 / 12
રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મતદાન કર્યું છે. મહત્વનું છે કે, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પક્ષપલટો કરી આપમાં જોડાયા હતા અને બાદમાં ફરીથી કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી. કોંગ્રેસે તેને રાજકોટ પૂર્વ બેઠક પરથી મેદાને ઉતર્યા છે.
8 / 12
જામનગરની ઉત્તર બેઠક પરથી લડી રહેલા રિવાબા જાડેજાએ રાજકોટમાં પોતાનો મત આપ્યો.
9 / 12
ભરૂચથી કોંગ્રેસના ઉમેદવાર જય કાંત પટેલે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો.
10 / 12
ગુજરાત ઈલેક્શન 2022 વોટિંગ : કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટમાં મતદાન કર્યું.
11 / 12
ગુજરાતના પુર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્ની અંજલિ રુપન સાથે મત આપીને લોકોને વોટ આપવા અપીલ કરી. કહ્યું કે, લોકશાહીની રક્ષા માટે મતદાન જરૂરી છે. મને વિશ્વાસ છે કે ભાજપ 7મી વખત ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. PM મોદી માટે લોકોનો પ્રેમ અને આદર છે, તેઓ બીજે ક્યાંય જશે નહીં.