કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરનો જન્મ 25 જૂન 1974માં મુંબઈમાં થયો હતો. તેના માતાનું નામ બબીતા અને પિતાનું નામ રણધીર કપૂર છે. તે ફિલ્મ અભિનેત્રી કરીના કપૂરની મોટી બહેન છે. તેને ફેન્સ લોકો ‘લોલો’ના હુલામણા નામે બોલાવે છે. તેણે તેના કરિયરની શરૂઆત વર્ષ 1992માં ફિલ્મ ‘પ્રેમ કેદી’થી કરી હતી. તેનો સુંદર અભિનય અને ડાન્સ તેની ઓળખ છે.

કરિશ્મા કપૂરના કરિયર દરમિયાન તેણે ઘણા અચિવમેન્ટ પ્રાપ્ત કર્યા છે. વર્ષ 1997માં તેને રાજા હિન્દુસ્તાની ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસ ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. ત્યાર પછી તેને બીજો એવોર્ડ 1998માં ફિલ્મ દિલ તો પાગલ હૈ માટે બેસ્ટ સપોર્ટ એકટ્રેસ ફિલ્મ ફેરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ ‘ફિઝા’ માટે બેસ્ટ એક્ટ્રેસ ફિલ્મ ફેર એવોર્ડ વર્ષ 2001માં મળ્યો હતો.

કરિશ્માએ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે સંતાનો છે – દીકરી સમાયરા અને દીકરો કિયાન. 2014માં કરિશ્મા અને સંજયે પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી હતી અને 2016માં તેમના છૂટાછેડા થઈ ગયા છે.

Read More

કરીના કપૂર અને કરિશ્મા કપૂરની રાજનીતિમાં એન્ટ્રી ! બંન્ને બહેનો લડી શકે છે લોકસભાની ચૂંટણી

ગોવિંદાની સાથે સાથે અભિનેત્રી કરીના કપુર અને કરિશ્મા કપુરને એકનાથ શિંદેની શિવસેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે. ગોવિંદા કોંગ્રેસ તરફથી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને સાંસદ પણ બની ચૂક્યા છે.

Murder Mubarak Trailer: એક હત્યા અને શંકાના દાયરામાં સારા-કરિશ્મા સહિત 7 લોકો, કેવી રીતે કેસ ઉકેલશે પંકજ ત્રિપાઠી?

સારા અલી ખાન, કરિશ્મા કપૂર, વિજય વર્મા, પંકજ ત્રિપાઠી અને ડિમ્પલ કાપડિયા સ્ટારર ફિલ્મ 'મર્ડર મુબારક'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આમાં સસ્પેન્સ અને થ્રિલરની સાથે કોમેડી પણ જોવા મળી રહી છે. આ કેસને સોલ્વ કરવાની જવાબદારી પંકજ ત્રિપાઠીને મળી છે. જે ખૂબ જ મુશ્કેલ હશે, કારણ કે અહીં માત્ર એક નહીં પરંતુ 7 લોકો છે. આ ફિલ્મમાં દરેકની સ્ટોરી જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">