AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન એક જાણીતા બોલિવૂડ એક્ટર છે. તેનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ નવી દિલ્લીમાં થયો હતો. તે અત્યારે મુંબઈમાં રહે છે. તેની માતાનું નામ શર્મિલા ટાગોર અને પિતાનું નામ મન્સુર અલી ખાન પટૌડી છે. તેના પિતા એક ફેમસ ક્રિક્ટર હતા તેમજ તેની માતા એક સફળ બોલિવૂડ એક્ટ્રેસ છે.

સૈફ અલી ખાનની વર્ષ 1992માં પ્રથમ ફિલ્મ ‘પરંપરા’ રીલિઝ થઈ હતી. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમ કે પહચાન, દિલ તેરા દિવાના, એક થા રાજા, આશિક આવારા, હમ સાથ સાથ હે, કલ હો ના હો, તા રા રમ પમ, ઓમ શાંતિ ઓમ તેમજ ફેન્ટમ અને સિક્રેડ ગેમ વગેરેમાં જોવા મળ્યો છે.

વર્ષ 1992માં તેણે અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેની ઉંમરમાં 12 વર્ષનો તફાવત છે. અમૃતા અને સૈફને બે બાળકો પણ છે-ઈબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન. 2004માં અમૃતા અને સૈફે તલાક લઈ લીધા હતા. ત્યારપછી સૈફ અલી ખાને 2012માં કરીના કપૂર સાથે બીજા મેરેજ કર્યા હતા. તેનાથી તેને બે બાળકો છે-તૈમુર અને જેહ.

Read More

પાક પ્રેમી ભારતીય ખાન ચોકડીના પાકિસ્તાની અભિનેતા માટે આવ્યા એક દુ:ખી સમાચાર, રડવા લાગશે પાક પ્રેમી ગ્રુપ!

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓપરેશન સિંદૂર પર એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન ભાજપના સાંસદ અને પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા દુનિયાને પોતાની તાકાત બતાવી છે.હવે પાકિસ્તાની અભિનેતા માટે આવ્યા એક દુખી સમાચાર સામે આવ્યા છે.

ભારત-પાકિસ્તાન તણાવ પર શાહરુખ, સલમાન, આમિર અને સૈફ ચૂપ કેમ? કઈ વાતનો સતાવી રહ્યો ડર !

શાહરુખ ખાને સ્વદેશ, આમિરે સરફરોઝ, સલમાને એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ અને સૈફ અલી ખાને LOC કારગીલ જેવી ઘણી દેશભક્તિ ફિલ્મો કરી છે અને ફિલ્મોના હીરો રિયલ લાઈફમાં એક મેસેજ કરવામાં કેમ ડરી રહ્યા છે? કે પછી ફિલ્મોમાં પૈસા લઈને કામ કરનારા આ 4 ખાનને દેશ માટે એક મેસેજ કરવા માટે પણ પૈસા જોઈએ છે !

ભારત-પાકિસ્તાનની સ્થિતિને અંગે બોલિવુડના ચારેય ખાનને આ મુસ્લિમ અભિનેત્રીએ લગાવી ફટકાર, મુસ્લિમ અભિનેતાઓ દેશ માટે ક્યારે બતાવશે વફાદારી?

ભારત પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધની સ્થિતિ બનેલી છે. સરહદ પર અત્યંત તણાવભરી સ્થિતિ છે. છેલ્લા 5 દિવસથી સેનાના જવાનો સરહદ પર ખડેપગે અદમ્ય શૌર્ય અને સાહસ બતાવી માતૃભૂમિની રક્ષા કરી રહ્યા છે. પરંતુ બોલિવુડના કહેવાતા દિગ્ગજ ચારેય ખાનો પહલગામ હુમલાથી લઈને ઓપરેશન સિંદૂર પર પણ મૌન સેવીને બેઠા છે. સેનાના શૌર્યને બિરદાવતી એક પોસ્ટ પણ આ ચારેય ખાનમાંથી એકેય અભિનેતાએ કરી નથી ત્યારે ભારતની જ આ મુસ્લિમ અભિનેત્રીએ ચારેય ખાનોને ફટકાર લગાવી છે અને સવાલ ઉઠાવ્યો છે કે શું પાકિસ્તાનમાં બેસેલી તમારી ફેન ફોલોવિંગ નારાજ ન થઈ જાય એટલા માટે તમે દેશની સ્થિતિ વિશે કંઈ બોલી નથી રહ્યા?

Saif Ali Khan attack case : સૈફ અલી ખાન હુમલા કેસમાં 1000 પાનાની ચાર્જશીટમાં ચાકુને લઈ થયો મોટો ખુલાસો

સૈફ અલી ખાન પર હુમલો થયાના અંદાજે 3 મહીના થયા છે. હવે પોલીસે બાંદ્રા કોર્ટમાં 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્ટશીટમાં 70થી વધુ લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે. સાથે હવે ચાકુને લઈને મોટો ખુલાસો થયો છે.

કરીના કપૂર લે છે 21 કરોડ ફી, ફુલ ટાઈમ ડ્રાઈવર નથી રાખી શકતી, આવું કેમ કહે છે આકાશદીપ

સારી વાત એ છે કે સૈફ અલી ખાન હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. જો કે સૈફ પર થયેલા હુમલાના કિસ્સામાં જે બાબતો બહાર આવી છે તે કેટલાક લોકોને સમજાતી નથી. આકાશદીપે આ જ બાબતોને લઈને સૈફ અને કરીના પર કટાક્ષ કર્યો છે.

Saif Ali Khan Attack : શું એક સત્ય છુપાવવા માટે સૈફ અલી ખાનનો પરિવાર “Safe Game” રમી રહ્યો છે?

સૈફ અલી ખાન પર થયેલા હુમલાનો કોયડો હજુ પણ ગુંચવાયેલો છે. દરરોજ નવા નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. ત્યારે એવી પણ ચર્ચા લોકો કરી રહ્યા છે કે, સૈફ અલી ખાન શું સત્ય છુપાવી રહ્યો છે.

Saif Ali Khan Attack Case: સૈફ અલીખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે અભિનેતાને પુછ્યા 26 પ્રશ્ન !

મુંબઈ પોલીસે પણ સૈફને બે ડઝનથી વધુ સવાલો પૂછ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે લગભગ એક કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. જાણો 1 કલાકની પૂછપરછમાં પોલીસે સૈફને કયા સવાલો પૂછ્યા?

Saif Ali Khan stabbed: હુમલા બાદ Saif Ali Khanએ પહેલીવાર આપ્યું નિવેદન ! અભિનેતાએ જાતે જણાવી આખી ઘટના

મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં સૈફ અલી ખાને કહ્યું કે જ્યારે તેણે તેની નર્સ આલિયામા ફિલિપની ચીસો સાંભળી, ત્યારે તે બંને જહાંગીરના રૂમ તરફ દોડી ગયા જ્યાં આલિયામા ફિલિપ પણ સૂતી હતી.

લીલાવતીમાંથી ડિસ્ચાર્જ પહેલા સૈફ અલી ખાને રિક્ષા ડ્રાઈવર સાથે કરી મુલાકાત, લોહીથી લથબથ હાલતમાં પહોંચાડ્યો હતો હોસ્પિટલ-Video

સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ એક સપ્તાહની સારવાર બાદ આજે તેમને લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ છે. આ ડિસ્ચાર્જ પહેલા સૈફ અલીખાને તેમને 15 જાન્યુઆરીની રાત્રે લોહીથી લથબથ હાલતમાં લીલાવતી હોસ્પિટલ પહોંચાડનારા એ રિક્ષા ડ્રાઈવર મુલાકાત કરી હતી.

Saif Ali Khanને લાગી શકે છે મોટો ઝટકો, શું સરકાર પટૌડી પરિવારની 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરશે?

સરકાર ભોપાલમાં સૈફ અલી ખાનના પટૌડી પરિવારની 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ શત્રુ સંપત્તિ કાયદા હેઠળ નિયંત્રણ લઈ શકે છે. તો ચાલો જાણીએ શું છે શત્રુ સંપત્તિ

Saif Ali Khan Discharged : સૈફ અલી ખાનને 5 દિવસ બાદ લીલાવતી હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા

અભિનેતા સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છરીથી થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયાના 5 દિવસ બાદ અભિનેતા પોતાના ઘરે પાછો ફર્યો છે. 16 જાન્યુઆરીના રોજ અભિનેતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો.

Saif Ali Khan Attack : સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી ભારત કેવી રીતે પહોંચ્યો ? ઘરમાંથી 19 ફિંગરપ્રિન્ટ મળ્યા

સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીના રાત્રે તેના જ ઘરમાં હુમલો થયો હતો. આ હુમલામાં સૈફ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે આ મામલે નવા ખુલાસા થયા છે.

Saif Ali Khan Attack : સૈફ અલી ખાન નહીં, તેના બંને બાળકો હતા આરોપીના ટાર્ગેટ, સૈફ પહેલા આ સેલિબ્રિટીઝના ઘરની પણ કરી હતી રેકી

મધ્યરાત્રિએ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને ચોરીનો પ્રયાસ કરનાર અને સૈફ પર ખૂની હુમલો કરનાર આરોપીને આખરે મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. તેણે સૈફ સહિત અનેક સેલિબ્રિટીઓના ઘરની રેકી પણ કરી હતી. એટલું જ નહીં, તેણે ચોરી માટે સૈફનું ઘર કેમ પસંદ કર્યું તેની માહિતી પણ સામે આવી છે.

Saif Ali Khan Attack : સૈફ અલી ખાન પર હુમલો કરનારો આરોપી 30 વર્ષનો, બાંગ્લાદેશ સુધી હુમલાનું કનેક્શન, મુંબઈ પોલીસે આરોપીનું નામ કર્યું જાહેર

Saif Ali Khan Attack : મુંબઈ પોલીસને શંકા છે કે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશી છે. આરોપીનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ છે, જે ઘરમાં ચોરી કરવા આવ્યો હતો. ડીસીપી દીક્ષિત ગેડામે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.

Breaking News : સૈફ અલી ખાન પર હુમલો કરનારા વ્યક્તિની થાણેથી ધરપકડ, આરોપીએ ગુનો કબૂલી લીધો

Mumbai Crime : મુંબઈ પોલીસ આરોપીને રિમાન્ડ પર લેશે અને તેની પૂછપરછ કરશે કે તે સૈફ અલી ખાનના ઘરમાં કેમ ઘુસ્યો, તેનો હેતુ શું હતો અને તેણે સૈફ અને તેના સ્ટાફ પર ઘાતક હુમલો કેમ કર્યો. તમને જણાવી દઈએ કે સૈફના ઘરની સીડીઓ પરથી ઉતરતા સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા હુમલાખોરના પોસ્ટર મુંબઈ અને આસપાસના સ્થળોએ લગાવવામાં આવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">