AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સારા અલી ખાન

સારા અલી ખાન

સારા અલી ખાનનો જન્મ 12 ઓગસ્ટ 1995ના રોજ મુંબઈ મહારાષ્ટ્રમાં થયો હતો. સારા અલી ખાન પટૌડી પરિવાર સાથે સંબંધ ધરાવે છે, સારાના પિતાનું નામ સૈફ અલી ખાન છે, જે બોલિવુડમાં છોટે નવાબ તરીકે ઓળખાય છે. સારાની માતા અમૃતા સિંહ પણ એંસીના દાયકામાં બોલિવુડની બેસ્ટ એક્ટ્રેસમાંથી એક હતી. સારાના માતા-પિતાએ વર્ષ 2004માં છૂટાછેડા લીધા હતા. સારાના ભાઈનું નામ ઈબ્રાહિમ અલી ખાન છે. સિનેમાની દુનિયામાં આવતા પહેલા પટૌડી યુવતીએ 2016માં ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.

સારા અલી ખાન એક ભારતીય બોલીવુડ એક્ટ્રેસ છે. સારાએ વર્ષ 2018માં કેદારનાથ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. સારા બોલિવુડના છોટે નવાબ સૈફ અલી ખાન અને એંસીના દાયકાની એક્ટ્રેસ અમૃતા સિંહની પુત્રી અને શર્મિલા ટાગોરની પૌત્રી છે.

સારાએ 2018માં આવેલી ફિલ્મ કેદારનાથથી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં સારાની સાથે સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યો હતો, આ ફિલ્મ માટે સારાને બેસ્ટ ફિમેલ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ પછી સારાએ રણવીર સિંહ સાથે સિમ્બા ફિલ્મમાં કામ કર્યું હતું.

Read More
Follow On:

બોલિવૂડના ‘શહેનશાહ’ જોતાં રહી ગયા ! KBC 18ના મંચ પર Big Bને મળ્યું ‘અનોખું ગિફ્ટ’, દર્શકો પણ ઝૂમી ઉઠ્યા

'Kaun Banega Crorepati 18'ના સેટ પર બોલિવૂડના 'શહેનશાહ' અમિતાભ બચ્ચનના 84મા જન્મદિવસની ઉજવણી ધામધૂમથી શરૂ થઈ ગઈ છે. આ બર્થડે સ્પેશિયલ એપિસોડમાં Big Bને એક એવું અનોખું સરપ્રાઈઝ મળ્યું કે, તે જોઈને તેઓ ભાવુક થઈ ગયા. ખાસ વાત એ છે કે, આ સરપ્રાઈઝે તો KBCના સ્ટેજ પર ચાર ચાંદ લગાવી દીધા.

આયુષ્યમાન ખુરાનાની ‘Udta Teer’ ની રિલીઝ ડેટ લંબાઈ, હવે આ તારીખે સિનેમાઘરોમાં આવશે ‘ફિલ્મ’

આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઉડતા તીર' (Udta Teer) પોતાની અનોખી સ્ટોરીલાઇનને કારણે હાલ ખૂબ ચર્ચામાં છે. પાકિસ્તાની જાસૂસની યાદશક્તિ ગુમાવવાની આ રોમાંચક વાર્તા જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે, હવે સિનેપ્રેમીઓએ થોડી વધુ રાહ જોવી પડશે. વાત એમ છે કે, મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારીને નવી તારીખ જાહેર કરી દીધી છે.

પાકિસ્તાની જાસૂસ બન્યો ‘આયુષ્માન ખુરાના’ ! ‘દેશભક્તિ તો યાદ હૈ… પર દેશ નહીં…’, ‘Udta Teer’ નું ટ્રેલર થયું રિલીઝ

બોલિવૂડમાં ક્યારેક જ એવી કોમેડી ફિલ્મો આવે છે, જેના ફક્ત ટ્રેલરથી જ લોકો હસી-હસીને લોટપોટ થઈ જાય છે. એવામાં આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની મોસ્ટ અવેટેડ સ્પાય-કોમેડી ફિલ્મ ‘Udta Teer’ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેણે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

પતિ ક્રિકેટર, દીકરો, દીકરી, જમાઈ, વહુ તેમજ પૌત્રી છે બોલિવુડના હિટ ચહેરા, જુઓ પરિવારમાં કોણ કોણ છે

એક બાજુ દેશમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે ભારતીય સિનેમાની દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગૌરે રાષ્ટ્રીય ગીતને લઈ પોતાની વાત કહી છે.શર્મિલા ટાગોરનો પરિવાર જુઓ.

Kareena Kapoor ને ‘મા’ કેમ નથી કહેતી Sara Ali Khan? બંનેના સંબંધો પર થયો ‘મોટો ખુલાસો’

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પોતાના બિન્દાસ અંદાજ અને પરિવાર સાથેના ખાસ સંબંધો માટે જાણીતી છે. તેના જન્મદિવસના ખાસ પ્રસંગે તેની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત સામે આવી છે. સારા અલી ખાન પોતાની સાવકી માતા કરીના કપૂર ખાનને કયા નામે બોલાવે છે અને બંને વચ્ચે કેવો સંબંધ છે, તે અંગે સારાએ ખુલીને વાત કરી છે.

Breaking News : શું સારા અલી ખાન હવે કેદારનાથ જઈ શકશે નહી? દર્શન માટે ‘એફિડેવિટ’ રજૂ કરવું પડશે

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન હવે કેદારનાથ મંદિરમાં દર્શન કરવા મુશ્કેલ છે. આનું કારણ બદ્રીનાથ -કેદારનાથ મંદિર કમિટીના ચેરમેનનું નિવેદન છે. ત્યારબાદ આને લઈ હવે ચર્ચાઓ શરુ થઈ છે. તો શું હવે સારા અલી ખાન કેદારનાથ મંદિરની મુલાકાત નહી લઈ શકે.

Golmaal 5 Cast: સાવકી માતા સાથે એક જ ફિલ્મમાં જોવા મળશે સારા અલીખાન? રોહિત શેટ્ટીએ આપી હિન્ટ

નિર્માતા-દિગ્દર્શક રોહિત શેટ્ટીએ હવે તેમની સફળ ફ્રેન્ચાઇઝી, "ગોલમાલ 5" પર કામ શરૂ કરી દીધું છે. નવીનતમ માહિતી એ છે કે નિર્માતાઓએ કરીના કપૂર ખાન અને સારા અલી ખાનને ફિલ્મમાં લેવાનો નિર્ણય લીધો છે. હાલમાં બંને અભિનેત્રીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">