Plant In Pot : ઈટાલિયન, મેક્સિકન વાનગીઓ બનાવવા ઘરે જ ઉગાડો કેપ્સીકમનો છોડ, જુઓ તસવીરો

વિદેશી અને ભારતીય વાનગીઓમાં કેપ્સીકમ મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મરચા અન્ય મરચા જેટલા તીખા નથી હોતા. જેથી આ મરચાનો ઉપયોગ અવનવી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે.તો આજે આપણે ઘરે કૂંડામાં જ લાલ, લીલા અને પીળા મરચા કેવી રીતે ઉગાડી શકીએ તે જોઈશું.

| Updated on: Jul 23, 2024 | 4:48 PM
ચોમાસુ અને શિયાળો કેપ્સીકમનો છોડ ઉગાડવા માટેનો યોગ્ય સમય છે. કેપ્સીકમનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક કેપ્સીકમને બે ભાગમાં કાપી તેમાંથી બીજને નીકાળો.

1 / 5
કેપ્સીકમનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા મોટું કૂંડુ લો.ધ્યાન રાખો કે કૂંડામાં પાણીના નિકાલ માટે છિદ્ર હોય.  ત્યાર બાદ તેમાં ઉચ્ચ ગુણવત્તાવાળી માટી ભરો.

2 / 5
હવે આ માટીમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ 3-4 ઈંચની ઉંડાઈએ બીજ મુકી તેના પર માટી ઢાંકીને પાણી નાખો.

3 / 5
છોડને નિયમિત પાણી નાખો. પરંતુ ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન પડી જાય.આ ઉપરાંત  સૂર્યપ્રકાશ મળે તેવી રીતે છોડના કૂંડાને રાખો.

4 / 5
આશરે  2  મહિના પછી કેપ્સીકમનો છોડ પર સૌથી પહેલા ફૂલ આવશે. ત્યારબાદ કેપ્સીકમ મરચા ઉગશે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે. આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">