6.9.2024

ગણેશ ચતુર્થી પર બનાવો ચોકલેટ મોદક 

Image - getty Image 

ગણપતિ બપ્પાને મોદક ખૂબ જ પસંદ હોય છે. તો આજે અમે તમને ચોકલેટ મોદકની રેસીપી જણાવીશું

સૌથી પહેલા માવો લો. તેમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી 3 થી 4 મીનીટ ગરમ કરો.

માવાનું મિશ્રણ ગરમ થઈ જાય. ત્યાર બાદ તેને થોડી વાર ઠંડુ થવા દો.

હવે આ મિશ્રણમાં ઈલાયચીનો પાઉડર ઉમેરો. ત્યાર બાદ કોકો પાઉડર ઉમેરો.

કોકો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં ચોકલેટ સિરપ ઉમેરી મિક્સ કરો.

હવે મોદક બનાવવા મોલ્ડ લો. તેમાં તૈયાર કરેલા મિશ્રણને ભરી મોદક તૈયાર કરો.

જો તમારા પાસે મોલ્ડના હોય તો તમે હાથ વડે પણ સરળતાથી મોદક બનાવી શકો છો.

ભગવાન ગણપતિને સ્વાદિષ્ટ ચોકલેટ મોદક ધરાવી શકો છો.