Junagadh News : માણાવદરના સરાડિયા રોડ પર વેપારી પાસેથી 1 કરોડથી વધુના સોનાની લૂંટ, CCTV આવ્યા સામે, જુઓ Video
ગુજરાતમાં ફરી એક વાર લૂંટની ઘટના સામે આવી છે. જૂનાગઢના માણાવદરના સરાડિયા રોડ પર વેપારી લૂંટાયો હોવાની ઘટના બની છે. વેપારી પાસેથી 1 કરોડથી વધુનાં સોનાની લૂંટ થઈ છે. જેના CCTV સામે આવ્યા છે.
ગુજરાતમાં ફરી એક વાર લૂંટની ઘટના સામે આવી છે. જૂનાગઢના માણાવદરના સરાડિયા રોડ પર વેપારી લૂંટાયો હોવાની ઘટના બની છે. વેપારી પાસેથી 1 કરોડથી વધુનાં સોનાની લૂંટ થઈ છે. જિલ્લા પોલીસ વડા, ડોગ સ્કવોડ, FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. જે જગ્યા પર લૂંટ થઈ હતી ત્યાં તપાસનો ધમધમાટ શરુ થયો છે. કલા ગોલ્ડ નામની અમદાવાદની પેઢીનો સેલ્સમેન લૂંટાયા હતા.
સરાડિયા રોડ પર સેલ્સમેન લૂંટાયા
માણાવદરના બાંટવામાં સોનાની ડીલ કરવા ગયેલા સેલ્સમેનના CCTV સામે આવ્યા છે. સેલ્સમેન પહેલાં અમદાવાદથી જૂનાગઢ પહોંચ્યા હતા. જૂનાગઢ સોનાની ડીલ કરી બીજી ડીલ માટે પોરબંદર જવા રવાના થયા હતા. પોરબંદરથી પરત ફરતી વખતે સરાડિયા રોડ પર લૂંટની ઘટના બની છે. બાંટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
