Vadodara News : કાલાઘોડા બ્રિજ પર 10 ફૂટના મહાકાય મગરે કર્યો ટ્રાફિક જામ, 2 દિવસની મહેનત બાદ કરાયુ રેસ્ક્યુ, જુઓ Video
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીના પાણી વડોદરામાં ફરી વળ્યા હતા. જેના પગલે અનેક વિસ્તારો મગર શહેરમાં લટાર મારતા જોવા મળ્યા હતા.વરસાદે વિરામ લીધા બાદ વડોદરા કાલાઘોડા બ્રિજ પર મહાકાય મગર આવી જતા ટ્રાફિક જામ થયો હતો. રાતે 10 ફૂટના મગરે રસ્તા પર ટ્રાફિક જામ કર્યો હતો.

મગર 2 દિવસથી નદીની બહાર ફરતો હોવાનું સામે આવ્યુ છે. કલાક સુધી મગરે રસ્તા પર અડિંગો જમાવ્યો હતો. એક કલાકની જહેમત બાદ વન વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. ચાલુ સિઝનમાં વન વિભાગ દ્વારા કુલ 35થી વધુ મગરનું જાહેર સ્થળોએથી રેસ્ક્યૂ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
બીજી તરફ આ અગાઉ પણ વડોદરામાં મગર રહેણાંક વિસ્તારમાં લટાર મારતા જોવા મળ્યા હતા. ઇ.એમ.ઇ ટેમ્પલ નજીક મગર દેખાતા વન વિભાગેને જાણકરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક વન વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચી મગરનું રેસ્ક્યુ કર્યું હતુ. મળતી માહિતી અનુસાર 9 ફૂટ લાંબા મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યું કરાયું હતુ. શહેરમાં અત્યાર સુધી 35 થી વધુ મગરનું કરાયું રેસ્ક્યું કરવામાં આવ્યુ છે.