AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિટાયરમેન્ટ માટે NPS કે Mutual Fund ? નવા નિયમ બાદ બદલાઈ શકે છે આખી ગણતરી

નિવૃત્તિ બાદ નિયમિત આવક માટે અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફંડનું SWP લોકપ્રિય વિકલ્પ માનવામાં આવતું હતું. પરંતુ NPSમાં આવેલા નવા 'રિટાયરમેન્ટ ઇન્કમ સ્કીમ' નિયમ બાદ હવે રોકાણકારો સામે નવો સવાલ ઉભો થયો છે કે લાંબા ગાળે વધુ સુરક્ષિત અને ફાયદાકારક વિકલ્પ કયો છે?

| Updated on: Jun 14, 2026 | 8:13 PM
Share
રિટાયરમેન્ટ બાદ આર્થિક સુરક્ષા દરેક વ્યક્તિ માટે સૌથી મોટી ચિંતા હોય છે. નોકરીયાત હોય કે વેપારી, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નિવૃત્તિ પછી આવકનો સતત સ્ત્રોત જળવાઈ રહે. આવી સ્થિતિમાં નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળાના રોકાણ માટે સૌથી વધુ ચર્ચાતા વિકલ્પો છે.

1 / 6
અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફંડનું સિસ્ટમેટિક વિથડ્રૉલ પ્લાન (SWP) નિવૃત્તિ બાદ નિયમિત આવક માટે સૌથી લોકપ્રિય વિકલ્પ માનવામાં આવતું હતું. પરંતુ મે 2026માં પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા NPSમાં 'રિટાયરમેન્ટ ઇન્કમ સ્કીમ' (RIS) રજૂ કર્યા બાદ ચર્ચા ફરી તેજ બની છે.

2 / 6
રિટર્નમાં કોણ આગળ? મ્યુચ્યુઅલ ફંડમાં ખાસ કરીને ઇક્વિટી ફંડ્સ લાંબા ગાળે 12થી 15 ટકા સુધીનું સારું રિટર્ન આપી શકે છે. જોકે તેમાં શેરબજારનું જોખમ પણ સંપૂર્ણપણે જોડાયેલું હોય છે. જો નિવૃત્તિ સમયે બજારમાં મોટો ઘટાડો આવે તો રોકાણની કિંમત પર અસર થઈ શકે છે. બીજી તરફ NPSની નવી RIS સ્કીમમાં ઉંમર વધતાં જોખમ આપમેળે ઘટતું જાય છે. 60 વર્ષની ઉંમરે ઇક્વિટીનો હિસ્સો આશરે 35 ટકા હોય છે, જે ધીમે ધીમે ઘટીને 75 વર્ષની ઉંમરે 10 ટકા સુધી આવી જાય છે. બાકીની રકમ વધુ સુરક્ષિત ડેટ અને સરકારી બોન્ડ્સમાં ટ્રાન્સફર થતી રહે છે.

3 / 6
ટેક્સ અને લોક-ઇનનો તફાવત: મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી મોટી ખાસિયત તેની લવચીકતા (Flexibility) છે. રોકાણકાર જરૂર મુજબ કોઈપણ સમયે નાણાં ઉપાડી શકે છે. જોકે નફા પર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડે છે. NPS ખાસ નિવૃત્તિ માટે બનાવવામાં આવ્યું હોવાથી તેમાં 60 વર્ષની ઉંમર સુધી લોક-ઇન રહે છે. જોકે ટેક્સ બચતના મામલે તે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા અને કલમ 80CCD(1B) હેઠળ વધારાના 50 હજાર રૂપિયાની ટેક્સ છૂટ મળી શકે છે. ઉપરાંત 60 વર્ષની ઉંમરે ઉપાડવામાં આવતી 60 ટકા રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે.

4 / 6
નિવૃત્તિ બાદ નિયમિત આવક માટે કયું સારું? મ્યુચ્યુઅલ ફંડ SWPમાં રોકાણકાર પોતે નક્કી કરે છે કે દર મહિને કેટલી રકમ ઉપાડવી છે. આથી સંપૂર્ણ નિયંત્રણ મળે છે, પરંતુ વધુ ઉપાડ અથવા બજારના ઘટાડાને કારણે ભવિષ્યમાં ફંડ વહેલું ખતમ થવાનો જોખમ પણ રહે છે. NPSની નવી RIS સ્કીમમાં દર મહિને ફિક્સ રકમ નહીં પરંતુ કુલ ફંડના ચોક્કસ ટકા પ્રમાણે ઉપાડ થાય છે. નિષ્ણાતોના મતે આ પદ્ધતિ ફંડને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદરૂપ બની શકે છે. સાથે જ વધતી ઉંમર સાથે રોકાણ વધુ સુરક્ષિત સાધનોમાં ખસેડાતું હોવાથી સતત મોનીટરિંગની જરૂર પણ ઓછી રહે છે.

5 / 6
તમારા માટે કયું વધુ યોગ્ય? જો નિવૃત્તિ બાદ તમારી પાસે ભાડાની આવક, પેન્શન અથવા અન્ય કોઈ નિયમિત આવકનો સ્ત્રોત ન હોય અને તમે દર મહિને સ્થિર આવક ઈચ્છતા હોવ તો NPS RIS વધુ યોગ્ય વિકલ્પ બની શકે છે. પરંતુ જો તમારી પાસે પહેલેથી જ અન્ય આવકના સ્ત્રોત હોય, બજારને સમજવાની ક્ષમતા હોય અને નાણાં ઉપાડવામાં સંપૂર્ણ સ્વતંત્રતા જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ SWP વધુ અનુકૂળ બની શકે છે.

6 / 6

યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં કેમ આવ્યો મોટો કડાકો? ભારતમાં કેટલું સસ્તું થવાના સંકેત?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">