AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મનોજમાંથી કરણવીર બનેલા 3 દીકરીના પિતાનો પરિવાર જુઓ

ટેલિવિઝન અભિનેતા કરણવીર બોહરા હાલમાં તેમની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે તેઓ છૂટાછેડા લેવાના છે. તો આજે આપણે મનોજમાંથી કરણવીર બનેલા 3 દીકરીના પિતા કરણવીર બોહરાના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Jul 27, 2026 | 1:52 PM
Share
મનોજ બોહરા તેના સ્ટેજ નામ કરણવીર બોહરાથી વધુ જાણીતા છે,એક ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા, નિર્માતા અને ડિઝાઇનર છે. વર્ષ 2007માં બોહરાએ પોતાનું નામ મનોજથી બદલીને કરણવીર રાખ્યું હતું.

1 / 12
ટીવી અભિનેતા કરણવીર બોહરા પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે. એવા ચર્ચા ચાલી રહી છે કે, કરણવીર બોહરાના 20 વર્ષના લગ્ન તુટશે. તો આજે આપણે કરણવીર બોહરાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

2 / 12
કરણવીર બોહરા અને કેનેડિયન અભિનેત્રી, મોડેલ અને ભૂતપૂર્વ વીજે તીજય સિદ્ધુના લગ્નને લગભગ 20 વર્ષ થયા છે. તેઓ ત્રણ દીકરીઓના માતા-પિતા છે. તેમના જોડિયા બાળકો, બેલા અને વિયેના, 2016 માં જન્મ્યા હતા, જ્યારે તેમની સૌથી નાની પુત્રી, ઝિયા વેનેસા, ડિસેમ્બર 2020 માં જન્મી હતી.

3 / 12
કરણવીર બોહરા માત્ર ટીવી સિરિયલોમાં જ નહીં, પણ અનેક રિયાલિટી શોનો પણ ભાગ રહ્યા છે. તેઓ બિગ બોસ, ખતરોં કે ખિલાડી, નચ બલિયે, ઝલક દિખલા જા અને લોક અપ જેવા શોમાં દેખાયા છે. તેમનું કહેવું છે કે આ શોએ ચાહકોને પડદા પાછળના રિયલ કરણવીરને જાણવાની તક આપી છે.

4 / 12
કરણવીર બોહરાનો જન્મ 28 ઓગસ્ટ 1982ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તેઓ ફિલ્મ નિર્માતા મહેન્દ્ર બોહરાના પુત્ર અને અભિનેતા-નિર્માતા રામકુમાર બોહરાના પૌત્ર છે.

5 / 12
નિર્માતા સુનિલ બોહરા તેમના પિતરાઈ ભાઈ છે.તેમની એક મોટી બહેન મીનાક્ષી બોહરા વ્યાસ છે.તેમણે કફ પરેડમાં જી.ડી. સોમાણી મેમોરિયલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.બાળપણમાં તેઓ શૈક્ષણિક રીતે રસ ધરાવતા નહોતા, કે રમતગમતમાં પણ હોશિયાર ન હતા.

6 / 12
તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં જુનિયર કોલેજમાં વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો, પરંતુ તેમણે બારમા ધોરણમાં શાળા છોડી દીધી હતી. બાદમાં તેમને ચર્ચગેટની સિડનહામ કોલેજમાં પ્રવેશ મળ્યો, જ્યાં તેમણે વાણિજ્યમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. બોહરાએ પંડિત વીરુ કૃષ્ણન પાસે બે વર્ષ સુધી કથક નૃત્યમાં તાલીમ મેળવી હતી.

7 / 12
બોહરાના લગ્ન મોડેલ અને વીજે તીજય સિદ્ધુ સાથે થયા છે. તેમના લગ્ન 3 નવેમ્બર 2006ના રોજ બેંગલુરુના શ્રી શ્રી રવિશંકર આશ્રમમાં થયા હતા. આ દંપતીને ત્રણ દીકરીઓ છે.

8 / 12
પહેલા કરણવીર બોહરા અને તેમની પત્ની મુંબઈના અંધેરીમાં લોખંડવાલામાં રહેતા હતા,અને 2014માં તેઓ મુંબઈના ગોરેગાંવમાં રહેવા ગયા.

9 / 12
કસૌટી ઝિંદગી કે, દિલ સે દી દુઆ, સૌભાગ્યવતી ભવ?, શરારત, જસ્ટ મોહબ્બત, નાગિન 2, કુબૂલ હૈ જેવા ટીવી શોમાં તેની ભૂમિકાઓ માટે તેને ઓળખવામાં આવે છે.

10 / 12
કરણવીર કિસ્મત કનેક્શન, મુંબઈ 125 કિમી, લવ યુ સોનીયે, અને હમે તુમસે પ્યાર કિતના જેવી ફિલ્મોમાં પણ દેખાયો છે.

11 / 12
વધુમાં તેણે નચ બલિયે 4, ઝલક દિખલા જા 5, ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 5 અને બિગ બોસ 12 સહિતના ઘણા રિયાલિટી શોમાં ભાગ લીધો છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">