Breaking News : ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે યુવકોએ રિવરરાફ્ટિંગનો આનંદ માણ્યો, જુઓ Video
ડાંગ નદીના ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે રિવરરાફ્ટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.સ્થાનિક યુવકો એ કોઈ પણ સુરક્ષાના સાધનો વગર રિવરરાફ્ટિંગ કરી વીડિયો બનાવી સોશિયલ મીડીયામાં વાયરલ કર્યો છે.
ડાંગ નદીના ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે રિવરરાફ્ટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સ્થાનિક યુવકોએ કોઈ પણ સુરક્ષાના સાધનો વગર રિવરરાફ્ટિંગ કરતા જોવા મળી રહ્યા છે. ડાંગમાં જોખમી પરિસ્થિતિને કારણે મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે.નદીઓ, તળાવો, ચેકડેમ, નાળા અને ધોધોમાં ઉતરવા પર પ્રતિબંધ છે. મોબાઇલ/કેમેરાથી ફોટો-વિડિયો અને સેલ્ફી લેવા માટે પણ પ્રતિબંધ છે.
જીવને જોખમ રિવરરાફ્ટિંગ
હાલ રાજ્યમાં પૂરના સંકટ વચ્ચે NDRF અને SDRF લોકોની સુરક્ષા માટે પોતાના જાનની બાજી લગાવી રહ્યા છે. ત્યાં આ વીડિયોને લઈને મોટો સવાલ થઈ રહ્યો છે. હાલમાં ડાંગ જિલ્લામાં ભારે વરસાદ અને જોખમી પરિસ્થિતિને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામું બહાર પાડ્યું છે.નદીઓ, તળાવો, ચેકડેમ, નાળા અને ધોધોમાં ઉતરવા પર પ્રતિબંધ છે. તેમ છતાં લોકો સોશિયલ મીડિયામાં પોસ્ટ અને જીવને જોખમમાં મુકી આવા પ્રતિબંધ જગ્યાએ જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, મોબાઇલ/કેમેરાથી ફોટો- વીડિયો અને સેલ્ફી લેવા માટે જોખમી સ્થળે ઉભા રહેવા પર પણ પ્રતિબંધ છે.
7 જુલાઈ 2026 સાંજે 6 : 00 વાગ્યાથી 4 સપ્ટેમ્બર 2026 સાંજે 6:00 વાગ્યા સુધી જાહેરનામું અમલમાં છે,જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ-223 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
વનરાજી અને ધુમ્મસથી ઢંકાયેલા પર્વતો
ડાંગ જિલ્લો ફરી એકવાર પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.ધસમસતા જળપ્રવાહ અને મનમોહક કુદરતી નજારાનો આનંદ માણવા રવિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ધસમસતું વહેતું પાણી આસપાસની લીલીછમ વનરાજી અને ધુમ્મસથી ઢંકાયેલા પર્વતો પ્રવાસીઓને કુદરતની ગોદમાં હોવાનો અનોખો અહેસાસ કરાવી રહ્યા છે. પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. પરિવાર સાથે ફોટો અને સેલ્ફીનો લઈ યાદગાર પળો વિતાવી રહ્યા છે.
Breaking News : સાપને બચાવવા જતા હાસ્ય કલાકારની કારને નડ્યો અકસ્માત, હકાભા ગઢવીને કારની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા, જુઓ Video અહી ક્લિક કરો
