AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rs 62200000000 કરોડના સૌથી મોંઘા છૂટાછેડા ! 9 વર્ષ બાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ચેરમેનને મોટો ઝટકો

દક્ષિણ કોરિયાની SK ગ્રુપના ચેરમેન ચેય ટે-વોનને 9 વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસ બાદ પૂર્વ પત્ની રો સો-યોંગને ₹6221 કરોડ (944 અબજ વોન) ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ચુકાદો દેશના ઇતિહાસનો સૌથી મોંઘો છૂટાછેડો માનવામાં આવી રહ્યો છે.

Rs 62200000000 કરોડના સૌથી મોંઘા છૂટાછેડા ! 9 વર્ષ બાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ચેરમેનને મોટો ઝટકો
| Updated on: Jul 27, 2026 | 5:26 PM
Share

વર્ષ 2019માં ઈ-કોમર્સ કંપની Amazonના સ્થાપક જેફ બેઝોસના છૂટાછેડાની દુનિયાભરમાં ચર્ચા થઈ હતી. તે સમયે તેમણે પોતાની પૂર્વ પત્નીને એલિમની તરીકે 38 અબજ ડોલરની સંપત્તિ આપી હતી. ત્યારબાદ વર્ષ 2021માં માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે પોતાની પૂર્વ પત્ની મેલિન્ડા ગેટ્સને અંદાજે ₹76 હજાર કરોડની સંપત્તિ આપી હતી. હવે દક્ષિણ કોરિયાના અબજોપતિ ઉદ્યોગપતિના છૂટાછેડાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.

કોણ છે SK ગ્રુપના ચેરમેન? કેમ ચર્ચામાં છે તેમનો છૂટાછેડો?

દક્ષિણ કોરિયાની દિગ્ગજ કંપની SK Groupના ચેરમેન અને અબજોપતિ ચેય ટે-વોન (Chey Tae-won) ને તેમની પૂર્વ પત્ની રો સો-યોંગ (Roh Soh-yeong)ને છૂટાછેડાના સમાધાન તરીકે 944 અબજ વોન (લગભગ 640 મિલિયન ડોલર અથવા ₹6221 કરોડ) ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચેય ટે-વોન અને તેમની પત્ની વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી છૂટાછેડાનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો હતો. દક્ષિણ કોરિયાની સુપ્રીમ કોર્ટે સિયોલ હાઈ કોર્ટને આ કેસની ફરીથી સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ કોર્ટે નક્કી કર્યું કે સમગ્ર એલિમનીની રકમ રોકડમાં ચૂકવવામાં આવશે. આ ચુકવણી પછી જ ચેય પોતાની કંપનીના શેર પર સંપૂર્ણ નિયંત્રણ જાળવી શકશે.

દક્ષિણ કોરિયાનો સૌથી મોંઘો છૂટાછેડો

કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે SK ગ્રુપની સફળતામાં બંનેનો સમાન ફાળો રહ્યો છે. ચેય ટે-વોએ કંપનીને આગળ વધારી, જ્યારે તેમની પત્ની રો સો-યોંગે પરિવાર અને ઘરનું સંચાલન કરીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ચેય અને રો સો-યોંગના લગ્ન વર્ષ 1988માં થયા હતા અને તેમને ત્રણ સંતાનો છે. બાદમાં ચેયના અન્ય મહિલા સાથેના સંબંધો સામે આવ્યા હતા. આ પછી વર્ષ 2017માં રો સો-યોંગે છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી હતી.

શું કરે છે SK Group?

SK Group દક્ષિણ કોરિયાનો પરિવારના નિયંત્રણ હેઠળનો બીજો સૌથી મોટો બિઝનેસ ગ્રુપ છે. કંપની સેમિકન્ડક્ટર, ટેલિકોમ, એનર્જી અને લાઈફ સાયન્સ જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. 200થી વધુ સહાયક કંપનીઓ ધરાવતું SK Group દર વર્ષે 100 અબજ ડોલરથી વધુનું વૈશ્વિક રેવન્યુ મેળવે છે. તાજેતરમાં કંપનીએ 1.35 ટ્રિલિયન ડોલરના મૂલ્યાંકન સાથે દક્ષિણ કોરિયાની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે.

ઇન્સ્યોરન્સ કંપનીની તમામ દલીલો ફગાવી: અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને મળશે ₹1.06 કરોડનું વળતર

Follow Us
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
g clip-path="url(#clip0_868_265)">