Breaking News : બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ, જુઓ-Video
રણમાં હમેંશા રેતી જોવા મળતી હોય છે પણ વરસાદના કારણે સર્જાયેલ કુદરતી નજારો ખુબ જ અદ્ભૂત છે. અહીં રેતીના રણમાં છલોછલ ભરાયેલ પાણીના દૃશ્યોએ પર્યટકોને આકર્ષ્યા છે. અનેક લોકોએ આ અનોખા નજારાને પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કર્યો હતો.
રાજ્યમાં થયેલા ભારે વરસાદની અસર હવે બનાસકાંઠાના સરહદી વિસ્તાર નડાબેટમાં પણ જોવા મળી રહી છે. વરસાદી પાણીથી નડાબેટનું રણ દરિયામાં ફેરવાઈ ગયું છે, જેના કારણે અહીં અદ્ભુત કુદરતી નજારો સર્જાયો છે. આ મનમોહક દૃશ્યો જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો નડાબેટ પહોંચી રહ્યા છે.
રણ બન્યું દરિયો !
રણમાં હમેંશા રેતી જોવા મળતી હોય છે પણ વરસાદના કારણે સર્જાયેલ કુદરતી નજારો ખુબ જ અદ્ભૂત છે. અહીં રેતીના રણમાં છલોછલ ભરાયેલ પાણીના દૃશ્યોએ પર્યટકોને આકર્ષ્યા છે. અનેક લોકોએ આ અનોખા નજારાને પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કર્યો હતો. સોશિયલ મીડિયા માટે ફોટા અને વીડિયો બનાવવા પણ પર્યટકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
કુદરતી નજારો જોવા પર્યટકોની ઉમટી ભીડ
પર્યટકોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને નડાબેટ ખાતે પોલીસ અને GRD દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને કોઈ પર્યટક રણના પાણીમાં ઉતરી જોખમી રીતે રિલ્સ કે વીડિયો ન બનાવે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી રહી છે.
વરસાદ બાદ સર્જાયેલ અનોખું દૃશ્ય જોઈ લોકો થયા ખુશ
પ્રશાસન દ્વારા પર્યટકોને સલામત સ્થળેથી જ કુદરતી સૌંદર્ય માણવાની સૂચના આપવામાં આવી છે. વરસાદ બાદ સર્જાયેલા આ અનોખા દૃશ્યને જોવા માટે આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં પર્યટકો ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

