Breaking News : શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, ઘટનાનો વીડિયો વાયરલ
સામે આવેલા વીડિયો મુજબ 5 સિંહોનું ટોળુ શિકાર કરવા માટે ભેંસોના ટોળામાં ઘૂસી ગયુ હતુ. આ દરમિયાન ભેંસના ટોળાએ એકજૂથ થઈ સિંહો પર હુમલો કર્યો હતો. ભેંસો આક્રમક બનતા સિંહોને જંગલ તરફ દોડ મૂકી ભાગવું પડ્યું હતું.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામમાં સિંહોની ચહલપહલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પાંચ સિંહો ભેંસના ટોળામાં ઘૂસી એક ભેંસનો શિકાર કરવા પહોંચ્યા હતા. ત્યારે ભેંસોના ટોળાએ સિંહો પર હુમલો કરીને ઉભી પુછડીએ ભગાડી દીધા હતા.
સિંહો શિકાર કરવા આવતા ભેંસોએ કર્યો હુમલો
સામે આવેલા વીડિયો મુજબ 5 સિંહોનું ટોળુ શિકાર કરવા માટે ભેંસોના ટોળામાં ઘૂસી ગયુ હતુ. આ દરમિયાન ભેંસના ટોળાએ એકજૂથ થઈ સિંહો પર હુમલો કર્યો હતો. જો કે ભેંસો આક્રમક બનતા સિંહોને જંગલ તરફ દોડ મૂકી ભાગવું પડ્યું હતું. જોકે, સિંહોએ એક પશુનો શિકાર કરવામાં સફળતા મેળવી હોવાનું સામે આવ્યું છે.
ઉભી પુછડીએ ભાગ્યા સિંહો
સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. વીડિયોમાં ભેંસો સિંહોની પાછળ દોડતી અને સિંહો જંગલ તરફ ભાગતા જોવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઘટનાનો વીડિયો આવ્યો સામે
ગિર પંથકમાં સિંહોની વધતી અવરજવર અને ગામની સીમ સુધી પહોંચતા સિંહોને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા જાગી છે. જોકે, આ ઘટનામાં કોઈ માનવીને ઇજા પહોંચી હોવાની માહિતી સામે આવી નથી.

