AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સાયબર ફ્રોડ સામે હવે ઘરબેઠાં નોંધાવી શકાશે FIR! ગુજરાતમાં 'સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR' સેવાનું લોન્ચિંગ

Breaking News: સાયબર ફ્રોડ સામે હવે ઘરબેઠાં નોંધાવી શકાશે FIR! ગુજરાતમાં ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનું લોન્ચિંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2026 | 12:46 PM
Share

સાયબર ઠગાઈના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નાગરિકોને મોટી રાહત આપતી નવી ડિજિટલ સેવા શરૂ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજ્યમાં 'સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR' સેવાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

સાયબર ઠગાઈના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નાગરિકોને મોટી રાહત આપતી નવી ડિજિટલ સેવા શરૂ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજ્યમાં ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થાના અમલથી હવે સાયબર ઠગાઈનો ભોગ બનનાર લોકોને ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નહીં રહે.

1930 હેલ્પલાઇન પર ફરિયાદ થતાં જ આપોઆપ નોંધાશે Zero FIR

નવી સેવાના અમલ બાદ કોઈપણ વ્યક્તિ સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડનો ભોગ બને તો તે માત્ર 1930 હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી શકશે. ફરિયાદ મળતાની સાથે જ સિસ્ટમ આપોઆપ Zero FIR તૈયાર કરીને સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપશે. જેના કારણે પોલીસ તાત્કાલિક તપાસ શરૂ કરી શકશે અને સમયસર કાર્યવાહી શક્ય બનશે.

વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં થયું લોન્ચિંગ

આ સેવાના લોન્ચિંગ કાર્યક્રમમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ, રાજ્યના પોલીસ વડા, સાયબર ક્રાઇમ સેલના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સરકારનું માનવું છે કે આ ડિજિટલ વ્યવસ્થા સાયબર ગુનાઓ સામે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

છેતરાયેલી રકમ બચાવવાની શક્યતા વધશે

સરકારના જણાવ્યા અનુસાર, ફરિયાદ નોંધાવવામાં થતા વિલંબને કારણે ઘણી વખત સાયબર ઠગો રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેતા હોય છે. હવે ફરિયાદ નોંધાતાની સાથે જ કાર્યવાહી શરૂ થવાથી છેતરાયેલી રકમને ઝડપથી ફ્રીઝ કરીને બચાવવાની શક્યતા નોંધપાત્ર રીતે વધશે.

પ્રથમ e-Zero FIRમાં ₹15.76 લાખથી વધુની રકમ બચાવાઈ

રાજ્યમાં નોંધાયેલા પ્રથમ e-Zero FIR કેસમાં ₹15.76 લાખથી વધુની રકમ સફળતાપૂર્વક બચાવવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે. આ સફળતા દર્શાવે છે કે નવી ડિજિટલ વ્યવસ્થા સાયબર ગુનાઓના ભોગ બનનાર નાગરિકોને ઝડપી ન્યાય અને આર્થિક રાહત આપવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો-Gujarat Rain Breaking: રાજ્યમાં સિઝનનો સરેરાશ 54 ટકા વરસાદ, વલસાડ સૌથી વધુ તો દેવભૂમિ દ્વારકા સૌથી પાછળ, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">