Breaking News : લીંબડીના નાની કઠેચી ગામ પાણીમાં ગરકાવ, લોકો હોડીઓ લઈ ગામમાં નીકળ્યા,જુઓ Video
લીંબડી તાલુકામાં વરસાદના વિરામ બાદ પણ પાણી ઓસર્યા નથી. જેથી નાની કઠેચી ગામલોકો હોડીઓ લઈને ગામમાં ખરીદી કરવા જવા મજબુર બન્યા છે. લીંબડીના નાની કઠેચી ગામ પાણીમાં ગરકાવ થયું છે.
સુરેન્દ્રનગરના લીંબડીમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. એક દિવસના વિરામ બાદ ફરીવાર વરસાદનું આગમન થયું છે.ચોરણીયા, શિયાણી, નટવરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. વરસાદથી કપાસ, મગફળી સહિતના ઉભા પાકોને નુકસાન થવાની ભીતિ છે. સુરેન્દ્ર નગરના કેટલાક ગામોમાં હજુ પાણી ઓસર્યા નથી. તો કેટલી જગ્યાએ હજુ પણ લોકોના ઘરોમાં પાણી ભરાતા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
હોડી લઈને ગામમાં નીકળ્યા
સુરેન્દ્રનગરના લીંબડીના નાની કઠેચી ગામ પાણીમાં ગરકાવ થયું છે. લોકો કામકાજ માટે ગામમાં હોડી લઈને જવા મજબૂર બન્યા છે. ગામના 400 જેટલા મકાનોમાં પાણી ભરાયેલા છે. વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ઓસર્યા નથી. પાણીનો નિકાલ ન થતા ગ્રામજનોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
એક દિવસના વિરામ બાદ મોડી રાત્રે વરસાદનું આગમન થયું છે. પાટડી બજાણા માલવણ હાઇવે ભારે વરસાદ થી રોડ પાણીમાં ગરકાવ થતા તંત્રએ રોડ બંધ કર્યો હતો. વરસાદના વિરામ બાદ પણ વરસાદી પાણી ઘરોમાં ભરાઇ રહેતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.તંત્રને તાત્કાલિક પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે.હાલ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
Breaking News : સાપને બચાવવા જતા હાસ્ય કલાકારની કારને નડ્યો અકસ્માત, હકાભા ગઢવીને કારની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા, જુઓ Video અહી ક્લિક કરો
