AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 9,725 કરોડની માર્કેટ કેપ વાળી આ કંપનીને મળ્યો સોલાર EPCનો મોટો ઓર્ડર, શેરમાં ફરી તેજીની આશા, જાણો વિગત

રિન્યુએબલ એનર્જી સેક્ટરની એક અગ્રણી કંપનીને 800 MW ક્ષમતાના બે મોટા સોલાર EPC પ્રોજેક્ટ મળતા રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મજબૂત નાણાકીય સ્થિતિ અને સતત વધતા ઓર્ડર બુકને કારણે હવે બજારની નજર આ શેર પર ટકેલી છે.

| Updated on: Jul 26, 2026 | 3:53 PM
Share
વારી રિન્યુએબલ ટેક્નોલોજીઝ લિમિટેડને વધુ એક મોટી સફળતા મળી છે. કંપનીને કુલ 800 MWac / 1,082 MWp ક્ષમતાના બે ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલાર પીવી પ્લાન્ટ માટે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) કામગીરીના બે લેટર ઓફ એવોર્ડ (LOA) મળ્યા છે. કંપનીએ આ મહત્વપૂર્ણ માહિતી SEBIના નિયમો હેઠળ શેરબજારને સત્તાવાર રીતે આપી છે.

1 / 6
કંપનીને મળેલા આ બંને પ્રોજેક્ટમાં એક પ્લાન્ટની ક્ષમતા 400 MWac / 530 MWp જ્યારે બીજા પ્લાન્ટની ક્ષમતા 400 MWac / 552 MWp છે. આમ બંને પ્રોજેક્ટ મળીને કુલ 800 MWac / 1,082 MWp ક્ષમતાના બને છે. કંપનીને આ લેટર ઓફ એવોર્ડ 25 જુલાઈ, 2026ના રોજ પ્રાપ્ત થયા હતા.

2 / 6
કંપનીએ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ ભારતની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપની તરફથી મળ્યો છે અને તેનું અમલીકરણ નાણાકીય વર્ષ 2027-28 દરમિયાન પૂર્ણ કરવાનો લક્ષ્ય છે. સાથે જ કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઓર્ડર કોઈ સંબંધિત પક્ષ (Related Party) વ્યવહાર હેઠળ આવતો નથી અને પ્રમોટર અથવા પ્રમોટર ગ્રુપનો ઓર્ડર આપનારી સંસ્થા સાથે કોઈ હિતસંબંધ નથી.

3 / 6
વારી રિન્યુએબલ ટેક્નોલોજીઝ લિમિટેડના શેર ફરી એકવાર રોકાણકારોના ધ્યાનમાં આવ્યા છે. કંપનીનું માર્કેટ કેપ અંદાજે ₹9,725 કરોડ છે, જ્યારે શેરની વર્તમાન કિંમત ₹932 આસપાસ છે. કંપનીનો P/E રેશિયો 19, ROCE 85.4 ટકા અને ROE 69.1 ટકા જેવા મજબૂત નાણાકીય સૂચકાંકો દર્શાવે છે કે કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં સારું પ્રદર્શન કર્યું છે. કંપની પર માત્ર ₹115 કરોડનું દેવું છે અને પ્રમોટર હોલ્ડિંગ 74.3 ટકા હોવાથી મેનેજમેન્ટનો કંપની પર મજબૂત વિશ્વાસ જોવા મળે છે.

4 / 6
વારી રિન્યુએબલ ટેક્નોલોજીઝે છેલ્લા એક વર્ષમાં 75.6 ટકા પ્રોફિટ ગ્રોથ નોંધાવી છે, જે રોકાણકારો માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. કંપનીનું બુક વેલ્યૂ ₹90, રિઝર્વ ₹919 કરોડ અને  ડિવિડન્ડ યીલ્ડ 0.11 ટકા છે. જોકે હાલમાં RSI 36.2 દર્શાવે છે કે શેરમાં તાજેતરમાં થોડું દબાણ જોવા મળ્યું છે. તેમ છતાં, રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની મજબૂત હાજરી અને નાણાકીય સ્થિતિને કારણે બજારના નિષ્ણાતો આ શેર પર નજર રાખી રહ્યા છે.

5 / 6
( નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

6 / 6

આ પણ વાંચો: Stock Market: Buy, Hold કે Sell…? આ બેન્કના શેરને લઈને રોકાણકારોએ હવે આગળ શું કરવું? તાજેતરના પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં હલચલ

Follow Us
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર

ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે

ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

g clip-path="url(#clip0_868_265)">