રુપિયા 5 કરોડના ઘર અને 22થી વધુ મોંઘી ગાડીઓ પાણીમાં, અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ ‘હાલાકી’ – જુઓ Video
અમદાવાદમાં ધોધમાર વરસાદના પાંચ દિવસ પછી પણ જોધપુરની અર્થ 12 એલિગન્સ સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે. કરોડો રૂપિયાના મકાનો અને 22 થી વધુ મોંઘીદાટ ગાડીઓને નુકસાન થયું છે. સ્થાનિકો AMCની કામગીરી અને સ્ટોર્મ વોટર લાઇનના અભાવ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે, જે વારંવારની સમસ્યાનું મૂળ છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદના પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં, શહેરમાં હાલાકી યથાવત છે. જોધપુર વિસ્તારમાં આવેલી અર્થ 12 એલિગન્સ સોસાયટીના રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
પાંચ કરોડ રૂપિયાના ખર્ચે ખરીદેલા ઘરોમાં પાણી ભરાવાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ભરાતા 22 થી વધુ મોંઘીદાટ ગાડીઓને વ્યાપક નુકસાન થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હેવી ડી-વોટરિંગ મશીનોનો ઉપયોગ કરીને પાણી કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તે સંપૂર્ણપણે સફળ રહ્યા નથી.
સ્થાનિકોનો આક્ષેપ છે કે, અનેક રજૂઆતો કરવા છતાં સોસાયટીને સ્ટ્રોમ વોટર લાઇન મળી નથી, જેના કારણે દર વર્ષે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ ઘટના મેટ્રો સિટી અમદાવાદના ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ગંભીર સવાલો ઊભા કરે છે. રહેવાસીઓ ભવિષ્યમાં વધુ વરસાદની સંભાવનાથી ચિંતિત છે.
Breaking News : NEET બાદ હવે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીકની આશંકા! 12માંથી 11 પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

