Trending Video: ₹25 લાખ સુધીની ભાડાની આવક પર પર Tax શૂન્ય કેવી રીતે થાય? જાણી લેશો તો બચી જશે ‘લાખો રૂપિયા’
જો તમે મકાન કે દુકાન ભાડે આપીને કમાણી કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. અજાણતામાં યોગ્ય ટેક્સ પ્લાનિંગ ન કરવાને કારણે ઘણા લોકો જરૂર કરતાં વધુ ટેક્સ ભરી દેતા હોય છે. એવામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને CA એ રેન્ટલ ઇન્કમ પર ટેક્સ બચાવવાના કેટલાક ખાસ નિયમો સમજાવ્યા છે, જેનાથી ₹25 લાખ સુધીની ભાડાંની આવક પર પણ ટેક્સ નોંધપાત્ર રીતે ઘટી શકે છે.

જો તમારી આવક ભાડાંમાંથી (Rental Income) થતી હોય, તો બની શકે કે તમે જરૂર કરતાં વધારે ટેક્સ ભરી રહ્યા હોવ. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શરણ હેગડે (Sharan Hegde) એ પોતાના એક વિડિયોમાં દાવો કર્યો છે કે, યોગ્ય ટેક્સ પ્લાનિંગ દ્વારા ₹17 લાખથી લઈને 25 લાખ રૂપિયા સુધીની રેન્ટલ ઇન્કમ પર પણ કાનૂની રીતે Income Tax શૂન્ય થઈ શકે છે.
તેમણે આ માહિતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિતેશ બુદ્ધદેવ સાથેની વાતચીત દરમિયાન શેર કરી હતી, જેમાં રેન્ટલ ઇન્કમ પર લાગુ પડતા ટેક્સ નિયમોને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા હતા.
જો કે, આ ઉદાહરણ સામાન્ય પરિસ્થિતિઓ પર આધારિત છે. વાસ્તવિક ટેક્સ જવાબદારી વ્યક્તિની કુલ આવક, લાગુ પડતી ટેક્સ વ્યવસ્થા (જૂની કે નવી), ઉપલબ્ધ કપાત (Deductions) અને અન્ય આવક પર નિર્ભર કરશે.
30% Standard Deduction થી ઘટી જાય છે ‘ટેક્સપાત્ર આવક’
Video માં CA નિતેશ બુદ્ધદેવ જણાવે છે કે, ભારતમાં મકાન, દુકાન કે કમર્શિયલ પ્રોપર્ટીમાંથી થતી ભાડાંની આવક પર સૌથી પહેલાં 30% નું Standard Deduction મળે છે. એવામાં જો કોઈ વ્યક્તિને વાર્ષિક ₹17 લાખનું ભાડું મળે છે, તો સૌથી પહેલાં 30% ની કપાત લાગુ થશે.
View this post on Instagram
આ પછી ટેક્સ માટે ગણતરીમાં લેવાતી આવક ઘણી ઓછી થઈ જાય છે. શરણ હેગડેના જણાવ્યા અનુસાર, આ જ તે નિયમ છે જેના વિશે ઘણા લોકોને માહિતી નથી હોતી અને આ જ કારણે ઘણા ટેક્સપેયર્સ જરૂર કરતાં વધુ ટેક્સ ભરી દે છે.
લોન લઈને ખરીદેલી પ્રોપર્ટીમાં મળી શકે છે ‘વધારાનો ફાયદો’
વિડિયોમાં બીજું એક ઉદાહરણ આપતાં CA નિતેશ બુદ્ધદેવ જણાવે છે કે, જો કોઈ વ્યક્તિએ લોન લઈને કોઈ કમર્શિયલ પ્રોપર્ટી ખરીદી હોય અને તેનાથી ₹25 લાખ વાર્ષિક ભાડું મળતું હોય, તો ટેક્સની ગણતરી અલગ રીતે થાય છે.
સૌથી પહેલાં ₹25 લાખ પર 30% સ્ટેન્ડર્ડ ડિડક્શન મળે છે, જેથી ટેક્સપાત્ર ભાડું ₹17.5 લાખ રહી જાય છે. આ પછી જો તે પ્રોપર્ટી પર લેવાયેલી લોનનું વાર્ષિક વ્યાજ ₹5.5 લાખ હોય, તો આ રકમ પણ નિયમો અનુસાર એડજસ્ટ થઈ શકે છે. આવા કિસ્સામાં ટેક્સપાત્ર રેન્ટલ ઇન્કમ ઘટીને લગભગ ₹12 લાખ રહી જાય છે.
વિડિયોમાં CA નું કહેવું છે કે, જો આ સ્તર સુધી પહોંચ્યા પછી લાગુ પડતા ટેક્સ નિયમો હેઠળ કોઈ ટેક્સ જવાબદારી ન બનતી હોય, તો વ્યક્તિ કાનૂની રીતે શૂન્ય ટેક્સ પણ આપી શકે છે.
શરણ હેગડેએ શું કહ્યું?
વિડિયો દરમિયાન શરણ હેગડેએ કહ્યું કે, તેઓ અવારનવાર લોકોને સલાહ આપે છે કે જો રોકાણ માટે પ્રોપર્ટી ખરીદવી હોય, તો લોનનો ઉપયોગ કરવો એ એક વિકલ્પ બની શકે છે. આના પર CA નિતેશ બુદ્ધદેવે કહ્યું કે, ઘણા કિસ્સાઓમાં લોન પર ચૂકવવામાં આવતું વ્યાજ પણ ટેક્સ પ્લાનિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, કોઈપણ રોકાણનો નિર્ણય માત્ર ટેક્સ બચાવવાના હેતુથી નહીં પરંતુ રોકાણકારની નાણાકીય સ્થિતિ, કેશ ફ્લો અને લાંબાગાળાની રણનીતિને ધ્યાનમાં રાખીને જ લેવાવો જોઈએ.
ટેક્સ નિયમો સમજવા જરૂરી
રેન્ટલ ઇન્કમ પર ટેક્સની ગણતરી ઘણા પરિબળો પર નિર્ભર કરે છે. 30% સ્ટેન્ડર્ડ ડિડક્શન, લોનના વ્યાજ સાથે જોડાયેલી જોગવાઈઓ અને વ્યક્તિની કુલ ટેક્સપાત્ર આવક… આ તમામની આખરી ટેક્સ જવાબદારી પર અસર પડે છે. તેથી કોઈપણ ટેક્સ પ્લાનિંગ રણનીતિ અપનાવતા પહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ટેક્સ નિષ્ણાતની સલાહ લેવી વધુ યોગ્ય ગણાય છે.
