Travel Tips: પ્લેનની ટિકિટ અને વિઝાની ઝંઝટ પૂરી, રોડ માર્ગ દ્વારા કરો આ દેશની મુસાફરી
વિદેશમાં રજાઓ ગાળવાનું દરેકનું સપનું હોય છે. પરંતુ ઘણીવાર જ્યારે આપણે વિદેશ જવાનું આયોજન કરીએ છીએ ત્યારે બજેટ આડે આવે છે. અમે તમને વિદેશ પ્રવાસની સસ્તી અને સરળ રીત જણાવીશું, જેના વિશે તમે કદાચ જાણતા નહીં હોય.

વિદેશમાં રજાઓ ગાળવાનું દરેકનું સપનું હોય છે. પરંતુ ઘણીવાર જ્યારે આપણે વિદેશ જવાનું આયોજન કરીએ છીએ ત્યારે બજેટ આડે આવે છે. અમે તમને વિદેશ પ્રવાસની સસ્તી અને સરળ રીત જણાવીશું, જેના વિશે તમે કદાચ જાણતા નહીં હોય. રસપ્રદ વાત એ છે કે આ દેશોમાં જવા માટે વિઝા અને પ્લેન ટિકિટ બુક કરાવવા જેવી સમસ્યાનો સામનો કરવો નહીં પડે. તમે અહીં રોડ માર્ગે સરળતાથી પહોંચી શકો છો.

સિંગાપોરનું નામ સુંદર દેશોમાંનું એક છે. તમને જાણીને નવાઈ લાગશે કે કાર દ્વારા પણ સિંગાપોર પહોંચી શકાય છે. અહીં પહોંચવામાં તમને લગભગ 91 કલાકનો સમય લાગી શકે છે. દિલ્હીથી તમે યુપી, બિહાર, આસામ, નાગાલેન્ડ, થાઈલેન્ડ અને મલેશિયા થઈને અહીં પહોંચી શકો છો.

તમે નેપાળ રોડ માર્ગ દ્વારા સરળતાથી જઈ શકો છો. દિલ્હીથી કાઠમંડુનું અંતર અંદાજે 1310 કિમી છે. અહીં તમે બાઇક અથવા કાર દ્વારા સરળતાથી મુસાફરી કરી શકો છો. ભારતીય નાગરિકોને અહીં વિઝાની જરૂર નથી.

ભારતીય નાગરિકોને ભૂતાન જવા માટે વિઝાની જરૂર નથી. જો કે, ભૂટાન પહોંચ્યા બાદ પારો અથવા ફુએન્ટશોલિંગની ઇમિગ્રેશન ઓફિસમાં રહેવું પડે છે. બંગાળના સિલીગુડીથી ભૂટાનની બોર્ડર ફુએન્શોલિંગ સુધી રોડ માર્ગે પહોંચવામાં 4 થી 5 કલાક લાગી શકે છે.

બાંગ્લાદેશ પણ રોડ માર્ગ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. તમે બંગાળથી સરળતાથી બાંગ્લાદેશની મુલાકાત લઈ શકો છો. જો કે, આ માટે તમારે વિઝાની જરૂર પડશે.