Photos: પાટણમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ, જુઓ તસવીરો
રાજ્યમાં 1 મે ગુજરાત સ્થાપના દિવસ (Gujarat Foundation Day 2022) તરીકે ઉજવાય છે. આ વર્ષે પાટણમાં જિલ્લાકક્ષાના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થશે. જેના ભાગ રૂપે તંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

ગુજરાતના 62માં સ્થાપના દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે પાટણમાં થવાની છે. ત્યારે પાટણમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને લઇને તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

પાટણ જિલ્લામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓ ચાલી રહી છે. પાટણના પ્રાચીન ઇતિહાસને ચિત્રકારો શહેરની દિવાલો પર ચિત્ર દ્વારા જીવંત બનાવી રહ્યા છે.

તેમજ સ્થાપના દિવસ દરમિયાન યોજાનાર વિવિધ પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમોના રિહર્સલને પણ આખરી ઓપ અપાઇ રહ્યો છે. વહેલી સવારથી જ પોલીસ ઉચ્ચ અધિકારીઓ પરેડ રિહર્સલ કરતા નજરે પડી રહ્યા છે.

ગુજરાત સ્થાપના દિવસને લઇને પાટણના મુખ્યમાર્ગ, સરકારી કચેરીઓ સહિતની શહેરની ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી છે.

પાટણમાં મુખ્યમંત્રીના હસ્તે અંદાજીત રુપિયા ૩૩૦ કરોડના નવીન કામોનું ઇ-ખાતમુહૂર્ત કરાશે. મુખ્યપ્રધાન ગુજરાત સ્થાપના દિવસે પાટણના સરસ્વતી તાલુકામાં આવેલા રિજયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે.