ફોનનું ચાર્જર વરસાદમાં ભીનું થઈ જાય, તો કેટલો સમય સૂકવવા દીધા પછી ફોન ચાર્જ કરવો જોઈએ?
વરસાદની ઋતુમાં ફોન ચાર્જ કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે. આજકાલ આવતા મોટાભાગના ફોન વોટરપ્રૂફ અથવા સ્પ્લેશપ્રૂફ IP રેટિંગ સાથે આવે છે, જેના કારણે ફોન ભીનો કે ખરાબ થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. પણ જો વરસાદમાં ચાર્જર ભીનું થઈ જાય તો શું કરવું

વરસાદની ઋતુમાં વાતાવરણમાં ઘણો ભેજ જોવા મળે છે, તેમજ જો ક્યાંક બહાર જવાનું થયુ ને વરસાદ શરુ થઈ જાય તો તમે સાથે લઈને ગયેલો બધો સામાન પલડી જાય છે. પહેલા તો લોકોના ફોનમાં પાણી ભરાય જાય છે, પણ જો તમારી સાથે ચાર્જર પણ હોય અને વરસાદમા તે પલડી જાય તો તો તેને કેટલા સમય સૂકાવ્યા પછી પ્લગ-ઈન કરવું જોઈએ.

વરસાદની ઋતુમાં ફોન ચાર્જ કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે. આજકાલ આવતા મોટાભાગના ફોન વોટરપ્રૂફ અથવા સ્પ્લેશપ્રૂફ IP રેટિંગ સાથે આવે છે, જેના કારણે ફોન ભીનો કે ખરાબ થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. પણ જો વરસાદમાં ચાર્જર ભીનું થઈ જાય તો નુકસાન થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે જો વરસાદમાં ચાર્જર ભીનું થઈ ગયું હોય તો તેને 24 કલાક સુધી ડ્રાય એટલે કે સૂકાઈ જવા દેવું જોઈએ. જો તમારા ફોનનું ચાર્જર ભીનું થઈ જાય તો પહેલા એડેપ્ટરથી કેબલ અલગ કરો અને એડેપ્ટર અને કેબલને કોરા કપડાથી લુછી લો, આમ છત્તા કેબલ અને એડેપ્ટરમા ભેજ રહેલો હોઈ શકે છે આથી તેને એક આખો દિવસ કોરુ થવા દો, આ પછી જ તને ચાર્જરને પ્લગ ઈન કરી શકો છો.

જો ફોનનું ચાર્જર સંપૂર્ણપણે સુકાઈ નહીં જોય તો શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. ફોનનો ચાર્જર શોર્ટ આઉટ પણ થઈ શકે છે અને આગ પકડી શકે છે.

ફોનને ચાર્જિંગ માટે પ્લગ ઇન કરતા પહેલા ચાર્જરના USB પોર્ટની પણ તપાસ કરવી જોઈએ. વરસાદ પણ તેમાં ભેજનું કારણ બની શકે છે અને ચાર્જરને તેમજ તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે.

વરસાદના પાણીમાં ચાર્જર ભીનું થઈ જાય તો તેમાં કાટ પણ લાગી શકે છે ઇલેક્ટ્રિકલ ખામીઓનું કારણ બનીને ચાર્જર પોર્ટને નુકસાન પહોંચાડી શકે છે. આ બધાથી બચાવવા માટે કેબર અને એડપ્ટરને સંપૂર્ણ સૂકાઈ જવા દો, જલદી સુકવવા માટે તમે ડ્રાયરનો પણ ઉપયોગ કરી શકો છો
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
