Paris Olympics 2024 : ઓલિમ્પિકના ઈતિહાસનો સૌથી સફળ ખેલાડી, 23 ગોલ્ડ અને કુલ 29 મેડલ જીત્યા

ઓલિમ્પિક 2024નું આયોજન પેરિસમાં કરવામાં આવ્યું છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતે અત્યારસુધી કુલ 10 જીત્યા છે પરંતુ દુનિયાનો એક એથલિટ એવો પણ છે જેમણે ઓલિમ્પિકમાં 23 ગોલ્ડ મેડલ એકલા હાથે જીત્યા છે.

| Updated on: Jul 21, 2024 | 10:54 AM
પેરિસ ઓલિમ્પિકની શરુઆત 26 જૂલાઈથી થઈ રહી છે. આ મોટી ઈવેન્ટની રાહ દુનિયાભરમાં જોવાય રહી છે. કરોડો ચાહકો આ ઈવેન્ટ જોવા આતુર છે. તો તમને જણાવી દઈએ કે, અમેરિકાના પૂર્વ સ્વિમર માઈકલ ફેલ્પસ દુનિયાનો સૌથી સફળ ઓલિમ્પિયન છે. તેના નામે ઓલિમ્પિકમાં સૌથી વધારે ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ છે.

1 / 5
ભૂતપૂર્વ અમેરિકન સ્વિમર ફેલ્પ્સનો આ રેકોર્ડ અત્યાર સુધી કોઈ ખેલાડી તોડી શક્યો નથી. ઓલિમ્પિકની રમતમાં માઈકલ ફેલ્પસ સૌથી મોટો ચેમ્પિયન માનવામાં આવે છે. ઓલિમ્પિકમાં તેના નામે 23 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ છે.

2 / 5
 2016માં રિયો ઓલિમ્પિકમાં 5 ગોલ્ડ મેડલ સહિત એક સિલ્વર મેડલ જીત્યા બાદ ફેલ્પ્સે સંન્યાસ લઈ લીધો હતો. 2008માં બેઇજિંગ ઓલિમ્પિક્સમાં તેમણે 8 ગોલ્ડ મેડલ જીત્યા હતા. જે એક મોટો રેકોર્ડ હતો. જેને અત્યારસુધી કોઈ એથલીટ  તોડી શક્યું નથી.

3 / 5
ફેલ્પ્સે પોતાની પર્સનલ લાઈફ વિશે એવો ખુલાસો કર્યો હતો કે તેને જાણી બધા ચોંકી ગયા હતા. ફેલ્પ્સે એક વખત કહ્યું હતું કે લંડન ઓલિમ્પિક (2012)માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ એક સમય એવો આવ્યો જ્યારે તેણે આત્મહત્યા વિશે વિચારવાનું શરૂ કર્યું. ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો.

4 / 5
15 વર્ષની ઉંમરે પહેલી વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. તે સમયે તે મેડલ જીતી શક્યો ન હતો. પરંતુ 200 મીટરની બટરફલાઈ ઈવેન્ટમાં 5માં સ્થાને રહ્યો હતો. તેમની માતા પણ સ્વીમર હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">