Breaking News : સોનુ નિગમે મુંબઈમાં 1 કરોડમાં ઓફિસ ખરીદી, 20 કરોડના ઘરમાં રહે છે સિંગર
બોલિવુડના ફેમસ સિંગર સોનુ નિગમ માત્ર પોતાના અવાજથી જ નહી પરંતુ લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે પણ ફેમસ છે. બાળપણથી સિંગિંગનો શૌખ રાખનાર સોનુ નિગમ આજે કરોડો રુપિયાની સંપત્તિનો માલિક છે.

સોનુ નિગમે પહેલું ગીત 1995માં અચ્છા સિલા દિયા ગાયું હતુ. આ ગીત લોકોને એટલું પસંદ આવ્યું કે, એકબાદ એક ઓફર મળવા લાગી હતી. સોનુ નિગમ આજે એક કોન્સર્ટ માટે 80 લાખથી 1 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. તો જાણો તેની નેટવર્થ કેટલી છે.

બોલિવુડના ફેમસ સિંગર સોનુ નિગમનો આલીશાન 3 માળનો બંગલો મુંબઈમાં છે. પબ્લિક ડોમીનમાં મળતી જાણકારી મુજબ આ બંગલાની કિંમત અંદાજે 20 કરોડ રુપિયા છે. આ ઘરમાં સંગીત રેકોર્ડિંગ સ્ટુડિયો, જીમ સામેલ છે.

મુંબઈ સહિત સોનુ નિગમનું દુબઈમાં પણ એક આલીશાન ઘર છે. જેની કિંમત અંદાજે 25 કરોડ રુપિયા છે. રિપોર્ટ અનુસાર સિંગરની નેટવર્થ 350 થી 400 કરોડ રુપિયા વચ્ચે માનવામાં આવે છે.

પ્લેબેક સિંગિંગ સિવાય સોનુ નિગમ લાઈવ કોન્સર્ટ, ટીવી શો, રિયાલિટી શો જજ રહી ચૂક્યા છે. તેમજ બ્રાન્ડની જાહેરાત દ્વારા મોટી કમાણી કરે છે.

સોનુ નિગમ હાલમાં તેમના પ્રોપર્ટી રોકાણોને કારણે ચર્ચામાં છે. થોડા મહિના પહેલા, તેમણે કર્જતમાં તેમની જમીન કરોડો રૂપિયામાં વેચી દીધી હતી, અને હવે તેમણે મુંબઈના અંધેરીમાં એક ઓફિસ ખરીદી છે. છેલ્લા બે વર્ષમાં તેમના રિયલ એસ્ટેટ મોટું રોકાણો કરે છે.

તમને જણાવી દઈએ કે, સોનુ નિગમે હાલમાં સર્જરી કરાવી હતી. જે ખુબ ચર્ચામાં રહી હતી. કારણ કે, સર્જરી દરમિયાન સોનુ નિગમ બેડ પર ગીત ગાતો જોવા મળ્યો હતો. (All photo : PTI)
7 વર્ષ ડેટિંગ કરી લગ્ન કર્યા, 6000થી વધુ ગીત ગાનાર સિંગરનો આવે છે પરિવાર અહી ક્લિક કરો
