AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar Breaking : કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 258 સિલિન્ડર સાથે 6ની અટકાયત

Gandhinagar Breaking : કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 258 સિલિન્ડર સાથે 6ની અટકાયત

| Updated on: Aug 14, 2026 | 1:48 PM
Share

દંતાલી વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદે ગેસ રિફિલિંગના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે રહેણાંક અને ખેતી વિસ્તાર નજીક આવેલા એક શેડમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા લોકોને ઝડપી પાડ્યા હતા.

ગાંધીનગરના કલોલ તાલુકાના દંતાલી વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદે ગેસ રિફિલિંગના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે રહેણાંક અને ખેતી વિસ્તાર નજીક આવેલા એક શેડમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા લોકોને ઝડપી પાડ્યા હતા.

ગેરકાયદે ગેસ રિફિલિંગના મોટા રેકેટનો પર્દાફાશ

મળતી માહિતી મુજબ, શેડમાં કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કે જરૂરી પરવાનગી વિના જ્વલનશીલ અને વિસ્ફોટક રાંધણ ગેસનું રિફિલિંગ કરવામાં આવતું હતું. ઈલેક્ટ્રિક મોટરની મદદથી મોટી ગેસ બોટલમાંથી નાની બોટલોમાં ગેસ ભરવામાં આવતો હતો.

258 ગેસ સિલિન્ડર સહિત રૂ. 12.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

આ પ્રકારની કામગીરી રહેણાંક અને ખેતી વિસ્તારની નજીક થતી હોવાથી મોટી દુર્ઘટનાનું જોખમ પણ સર્જાઈ શકે તેમ હતું. પોલીસે દરોડા દરમિયાન કુલ 258 ગેસ સિલિન્ડર સહિત રૂ. 12.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે પોલીસે ગેરકાયદે ગેસ રિફિલિંગમાં સંડોવાયેલા 6 આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

જોખમી રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું

પોલીસે દરોડા દરમિયાન ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતી ઈલેક્ટ્રિક મોટર સહિતનો સાધન-સામાન પણ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વગર જોખમી રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ ગેરકાયદે પ્રવૃત્તિમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ ચાલતા હોવાનો વિજ્ઞાન જાથાનો આક્ષેપ, શ્રદ્ધાળુઓએ કહ્યું-આસ્થા સાથે જોડાયેલ સવાલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">