AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું છે સપ્તધારા ? જેનું PM મોદીએ લાલ કિલ્લા પરથી કર્યું આહ્વાન, કહ્યું કોસ્ટ, ક્વોલિટી પર ધ્યાન આપવું પડશે

PM મોદીએ ભાર મૂક્યો કે ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે કોસ્ટ, ક્વોલિટી અને સ્કેલ પર ખાસ ધ્યાન આપવું પડશે. ઉત્પાદન માત્ર ભારતમાં થાય એટલું જ નહીં, પરંતુ તેની ગુણવત્તા વૈશ્વિક સ્તરની હોય અને મોટા પાયે ઉત્પાદન કરવાની ક્ષમતા પણ વિકસાવવી પડશે.

શું છે સપ્તધારા ? જેનું PM મોદીએ લાલ કિલ્લા પરથી કર્યું આહ્વાન, કહ્યું કોસ્ટ, ક્વોલિટી પર ધ્યાન આપવું પડશે
PM MODI
| Updated on: Aug 15, 2026 | 9:15 AM
Share

સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે ‘સપ્તધારા’નું આહ્વાન કર્યુ હતુ. તેમણે કહ્યું કે દેશને નવી દિશામાં આગળ વધવા માટે નવી ધારાની જરૂર છે. ભારતે નાના પુર્જાથી લઈને મોટા પ્રોડક્ટ સુધીનું ઉત્પાદન દેશમાં જ કરવાની દિશામાં આગળ વધવું પડશે.

PM મોદીએ સપ્તધારાનું કર્યું આહ્વાન

PM મોદીએ ભાર મૂક્યો કે ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે કોસ્ટ, ક્વોલિટી અને સ્કેલ પર ખાસ ધ્યાન આપવું પડશે. ઉત્પાદન માત્ર ભારતમાં થાય એટલું જ નહીં, પરંતુ તેની ગુણવત્તા વૈશ્વિક સ્તરની હોય અને મોટા પાયે ઉત્પાદન કરવાની ક્ષમતા પણ વિકસાવવી પડશે.

શું છે PM મોદીની ‘સપ્તધારા’?

સપ્તધારા એ વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે વડાપ્રધાને સાત મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી તે સાત કેન્દ્રોને પીએમ એ સપ્તધારાનું નામ આપ્યું છે. તે સપ્તધારા મેન્યુફેક્ચરિંગ અને ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ અને ઉત્પાદન, ટેક્નોલોજી અને ઇનોવેશન, ગતિ શક્તિ અને ફાસ્ટ કનેક્ટિવિટી, રક્ષા શક્તિ, ગ્રીન ઇકોનોમી અને બ્લૂ ઇકોનોમી અને ભારતની સોફ્ટ પાવર છે.

1. મેન્યુફેક્ચરિંગ અને ઉત્પાદન :

દેશમાં નાના ભાગોથી લઈને મોટા ઉત્પાદનો સુધીનું ઉત્પાદન વધારવા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવાનો ભાર.

2. કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ :

કૃષિને આધુનિક બનાવવાની સાથે ફૂડ પ્રોસેસિંગને પ્રોત્સાહન આપી કૃષિ ક્ષેત્રમાં મૂલ્યવર્ધન વધારવાની દિશા.

3. ટેક્નોલોજી અને ઇનોવેશન :

નવી ટેક્નોલોજી, સંશોધન અને ઇનોવેશનને પ્રોત્સાહન આપીને ભારતને ટેક્નોલોજીના ક્ષેત્રમાં વધુ સક્ષમ બનાવવાનો ઉદ્દેશ.

4. ગતિ શક્તિ અને ફાસ્ટ કનેક્ટિવિટી :

રોડ, રેલ, બંદરો, એરપોર્ટ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપી અને વધુ સારી કનેક્ટિવિટી સાથે જોડવા પર ભાર.

5. રક્ષા શક્તિ :

ડિફેન્સ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા અને ભારતની રક્ષા ક્ષમતાને વધુ મજબૂત બનાવવાની દિશામાં ધ્યાન.

6. ગ્રીન ઇકોનોમી અને બ્લૂ ઇકોનોમી :

સ્વચ્છ ઊર્જા, પર્યાવરણ સંરક્ષણ અને સમુદ્રી સંસાધનોના યોગ્ય ઉપયોગ સાથે ટકાઉ વિકાસને પ્રોત્સાહન.

7. ભારતની સોફ્ટ પાવર :

ભારતની સંસ્કૃતિ, પરંપરા, યોગ, જ્ઞાન અને વૈશ્વિક પ્રભાવને વધુ મજબૂત બનાવી વિશ્વમાં ભારતની સોફ્ટ પાવર વધારવા પર ભાર.

ટેક્નોલોજીથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી આગળ વધવાની દિશા રજૂ કરી

PM મોદીના આ સંદેશમાં ઉત્પાદનથી લઈને ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રક્ષા, પર્યાવરણ અને સોફ્ટ પાવર સુધીના ક્ષેત્રોને એકસાથે આગળ વધારવાની દિશા રજૂ કરવામાં આવી. તેમનો ભાર સ્પષ્ટ રહ્યો કે વિકસિત ભારત માટે ઉત્પાદન વધારવાની સાથે તેની કિંમત, ગુણવત્તા અને મોટા પાયે ઉત્પાદન કરવાની ક્ષમતા પર પણ ધ્યાન આપવું પડશે.

1947માં લાલ કિલ્લા પર નહીં, પણ અહીં ફરકાવવામાં આવ્યો હતો ત્રિરંગો ! તો હવે લાલ કિલ્લા પર જ કેમ ?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
g clip-path="url(#clip0_868_265)">