AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, ખેતીવાડી વિભાગે 400 થેલીઓ કરી જપ્ત

દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, ખેતીવાડી વિભાગે 400 થેલીઓ કરી જપ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2026 | 9:33 PM
Share

દાહોદના દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ થયો છે. મહેન્દ્રા ચોકડી નજીકના એક ગોડાઉન પર ખેતીવાડી વિભાગે દરોડો પાડી 400 થેલી DAP ખાતર જપ્ત કર્યું. અનાજ ઉત્પાદક સહકારી મંડળી અને ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર સંઘના ગોડાઉનમાંથી આ જથ્થો મળતા તંત્રએ ગોડાઉન સીલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદના દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ થયો છે. મેન્દ્રા ચોકડી પાસે આવેલા ગોડાઉનમાં ખેતીવાડી વિભાગની ટીમે દરોડો પાડી DAP ખાતરની 400 થેલીઓ જપ્ત કરી છે. તપાસ દરમિયાન આ ગોડાઉન અનાજ ઉત્પાદક સહકારી મંડળી અને ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર સંઘનું હોવાનું સામે આવ્યું છે.

 

મળતી માહિતી મુજબ, સહકારી મંડળીના ઇસ્માઇલ બાજી નામના શખ્સે ખાતરનો જથ્થો બારોબાર ખસેડ્યો હતો. સહકારી મંડળીનું ખાતર કાળા બજારમાં વેચાતું હોવાની ફરિયાદો બાદ ખેતીવાડી વિભાગે કાર્યવાહી કરી હતી. દરોડા બાદ ગોડાઉનને તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યું છે.

કાળા બજારીમાં સંડોવાયેલી સંસ્થાઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. ખાતરના ગેરકાયદે સંગ્રહ અને કાળા બજારીમાં સંડોવાયેલા અન્ય શખ્સો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની કાર્યવાહીને પગલે કાળા બજારી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

“પહેલી વાત તો એ કે રેગિંગ થયુ જ નથી..” સુરત નવી સિવિલમાં આપઘાત કેસમાં જવાબદાર અનુજ મહેશ્વરીનો દાવો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">