Independence Day 2026: “હવે નાના સપના નહીં ચાલે…” લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ દેશને આપ્યા 2047ના મોટા સંકલ્પો !
સ્વતંત્રતા દિવસ પર દેશ આજે પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પરથી આ રાષ્ટ્રીય સમારોહની આગેવાની કરી રહ્યા છે. આ વર્ષની ઉજવણી એટલા માટે પણ ખાસ છે કારણ કે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પણ આ અવસરે કરવામાં આવી રહી છે.

80માં સ્વતંત્રતા દિવસે PM મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશનું ડિફેન્સ ઉત્પાદન ચાર ગણું વધ્યું છે. ખાદી અને ગ્રામોદ્યોગનું ઉત્પાદન પાંચ ગણું વધ્યું છે અને ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સાત ગણું વધ્યું છે. (Image Source | ANI)

મોબાઈલ ફોનનું ઉત્પાદન 33 ટકા વધ્યું છે. જ્યારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં 100 ટકાનો વધારો થયો છે. આ સંબોધનમાં PM મોદીએ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય પર પણ ભાર મૂક્યો છે. આત્મનિર્ભરતા, ઊર્જા, ટેક્નોલોજી તથા રાષ્ટ્રીય ક્ષમતાઓને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. (Image Source | ANI)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ઊર્જા જરૂરિયાતો અને વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતોને લઈને સરકારની યોજનાઓ વિશે માહિતી આપી. PM મોદીએ કહ્યું કે ભારત વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતોના ઉપયોગને વધારવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ભારતે પરમાણુ ઊર્જામાંથી 200 GW વીજળી ઉત્પાદનનું લક્ષ્ય નક્કી કર્યું છે. (Image Source | ANI)

PM મોદીએ કહ્યું કે આજે દેશના 1.75 કરોડ ઘરો સુધી પાઈપ દ્વારા ગેસ પહોંચી રહ્યો છે. બીજી તરફ દેશમાં 50 લાખથી વધુ ઘરો હવે સૌર ઊર્જા સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું કે સૌર ઊર્જા સહિત અન્ય વૈકલ્પિક સ્ત્રોતોને પ્રોત્સાહન આપીને ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. (Image Source | ANI)

PM મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશે વિકાસની ગતિ પકડી છે. તેમણે કહ્યું કે સરકારે તમામ ક્ષેત્રોમાં કામ કર્યું છે. ગેસ કનેક્શન આપવામાં પણ ઝડપથી વધારો થયો છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મેટ્રોનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. (Image Source | ANI)

PM મોદીએ કહ્યું કે બીજા દેશો પર નિર્ભર રહીને જીવી શકાય નહીં. પોતાના હિતોની રક્ષા આપણે જાતે જ કરવી પડશે. તેમણે કહ્યું કે ભારત આત્મનિર્ભર ભારત તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે. આત્મનિર્ભર ભારત આપણને વિકસિત ભારત તરફ લઈ જશે. આપણે પોતાની ક્ષમતાઓમાં વધારો કરવો પડશે. (Image Source | ANI)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી 80માં સ્વતંત્રતા દિવસના અવસરે દેશને સંબોધતા કહ્યું કે કોઈ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે પોતાની સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે. (Image Source | ANI)

PM મોદીએ કહ્યું કે હવે નાના સપનાઓથી કામ નહીં ચાલે. આપણે મોટા સપના જોવા પડશે. કારણ કે મોટા સપના આપણી વિચારસરણીને પણ વિસ્તૃત કરે છે. આપણા સંકલ્પો મજબૂત હોવા જોઈએ. જ્યારે સંકલ્પ દૃઢ હોય છે ત્યારે મુશ્કેલીઓ અને આપત્તિઓ વચ્ચે પણ રસ્તો કાઢવાની ક્ષમતા આપમેળે વિકસે છે. (Image Source | ANI)

PM મોદી આજે 15 ઓગસ્ટના રોજ સતત 13મી વખત રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે. જવાહરલાલ નેહરુએ 17 વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું હતું. જ્યારે ઈન્દિરા ગાંધીએ 16 વખત. મનમોહન સિંહે 10 વખત. અટલ બિહારી વાજપેયીએ 6 વખત અને પી.વી. નરસિંહ રાવે 5 વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું હતું. (Image Source | ANI)
આ પણ વાંચો, Independence Day 2026 : 15 ઓગસ્ટ 2026ના રોજ ભારત ઉજવી રહ્યો છે 80મો સ્વતંત્રતા દિવસ, જાણો આઝાદી સાથે જોડાયેલી 7 રસપ્રદ વાતો !
