AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ છે 10 લાખથી પણ સસ્તી 5 CNG કાર, ઓછી રનિંગ કોસ્ટ સાથે આપશે શાનદાર માઈલેજ

સારી માઈલેજ અને ઓછી રનિંગ કોસ્ટવાળી કાર ચલાવવાનું કોને ન ગમે ? જો તમે પણ સારી માઈલેજ અને ઓછી રનિંગ કોસ્ટવાળી CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે આ 5 કાર લઈ શકો છો. આ પાંચ CNG કારની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી છે.

| Updated on: Jul 15, 2024 | 9:10 PM
Share
Maruti Suzuki Alto K10 CNG : મારુતિ સુઝુકી Alto K10 સૌથી સસ્તી CNG કાર છે. CNG વર્ઝનની એક્સ-શોરૂમ કિંમત 5.73 લાખ રૂપિયાથી શરૂ થાય છે. મારુતિ સુઝુકીનો દાવો છે કે Alto K10 CNG પ્રતિ કિલો CNG 33.85 કિમી સુધીની માઈલેજ આપી શકે છે.

1 / 5
Maruti Suzuki S-Presso : મારુતિ સુઝુકી એસ-પ્રેસો પણ એક સસ્તી સીએનજી કાર છે. CNG પર આ કાર 32.73 કિમી પ્રતિ કિલોગ્રામ CNG માઇલેજ આપી શકે છે. CNG મોડલની એક્સ-શોરૂમ કિંમત 5.91 લાખ રૂપિયાથી શરૂ થાય છે. મારુતિની CNG કારમાં S-CNG ટેક્નોલોજી આવે છે.

2 / 5
Maruti Suzuki WagonR CNG : વેગનઆર, ભારતની સૌથી વધુ વેચાતી કારમાંની એક છે, જે સીએનજી વર્ઝનમાં પણ આવે છે. WagonR CNGની એક્સ-શોરૂમ કિંમત 6.44 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ સીએનજી કાર તમને 34.05 કિમી પ્રતિ કિલો સીએનજીની માઈલેજ આપે છે.

3 / 5
Hyundai Grand i10 Nios : હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 Nios પણ CNG વિકલ્પ સાથે ખરીદી શકાય છે. i10 Niosના CNG વર્ઝનની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત રૂ. 7.68 લાખ છે. આ CNG કાર અંદાજે 25.61 કિમી પ્રતિ કિલો સીએનજી માઇલેજ આપે છે.

4 / 5
Tata Tiago iCNG: ટાટા મોટર્સની CNG કારમાં iCNG ટેક્નોલોજી છે. તમે રૂ. 8.29 લાખની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત સાથે Tata Tiago CNG વર્ઝન ખરીદી શકો છો. આ કાર તમને પ્રતિ કિલો સીએનજી 26.47 કિમી સુધીની માઈલેજ આપી શકે છે.

5 / 5

Follow Us
g clip-path="url(#clip0_868_265)">