Makwana Surname History : ફિલ્મ કલાકાર મહિમા મકવાણાની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે મકવાણા અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

મકવાણા અટક ભારતમાં ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. આ અટક મુખ્યત્વે રાજપૂત, પટેલ અને ક્યારેક કોળી જાતિઓ સાથે સંકળાયેલી છે, અને તેનું ઐતિહાસિક મહત્વ પણ છે.

ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર કડિયા, સિપાઈ, ખવાસ, મોચી, રજપૂત, સુતાર, વ્યાસ, દેવીપૂજક, ખાંટ, રબારી, અનુસુચિતજાતિ, કુંભાર, આહીર, લુવાર, કોળી, કણબી, ધાંસી અને દરજી સહિતના સમુદાયના લોકો મકવાણા અટકનો ઉપયોગ કરે છે.

ભગવદ્ગોમંડલમાં આપેલી માહિતી અનુસાર માર્કંડ ઋષિએ મુખવાણી વડે કુંડમાંથી એક પુરુષ પેદા કર્યો. તેનું નામ કુંડમાલ હતું. મુખવાણી એ શબ્દનો અપભ્રંશ થઈ ને જાતે મકવાણા કહેવાયા છે.

જ્યારે અન્ય પબ્લિક ડોમિન પર આપેલી માહિતી અનુસાર મકવાણા શબ્દની વ્યુત્પત્તિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, પરંતુ તે પ્રાચીન રાજપૂત કુળો સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે.

કેટલાક ઇતિહાસકારોના મતે, "મકવાણા" શબ્દ સંસ્કૃત અથવા પ્રાકૃતમાંથી આવ્યો હોઈ શકે છે અને તે કોઈ પ્રદેશ, કુળ અથવા પદવી સૂચવી શકે છે. કેટલીક ઐતિહાસિક માન્યતાઓ અનુસાર, મકવાણા રાજપૂતો સોલંકી અથવા ચૌહાણ વંશમાંથી ઉદ્ભવ્યા હોવાનું માનવામાં આવે છે.

ગુજરાત અને રાજસ્થાનમાં કેટલીક કોળી જાતિઓએ પણ "મકવાણા" અટક અપનાવી, ખાસ કરીને કારણ કે તેઓ રાજપૂત-કોળી તરીકે તેમની સામાજિક પ્રતિષ્ઠા વધારવા લાગ્યા છે. આ કોળી મકવાણા જૂથોએ ક્યારેક રાજાઓ હેઠળ લશ્કરી સેવા આપી છે અને કેટલાકે સ્વતંત્ર રાજ્યો પણ સ્થાપિત કર્યા છે.

કેટલાક પાટીદારો (પટેલ) ની અટક "મકવાણા" પણ છે, જેઓ મૂળ ખેડૂત વર્ગમાંથી છે. આ મકવાણા પાટીદાર, કડવા અથવા લેઉવા પટેલ પેટાજૂથોમાં આવે છે. તેમણે કૃષિ, સમાજ સેવા અને વ્યવસાયમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આ સમુદાયના લોકો વસવાટ કરે છે. તેમજ રાજસ્થાનમાં મકવાણા રાજપૂતો કેટલાક જિલ્લાઓમાં હાજર છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સ્થળાંતરને કારણે, કેટલાક પરિવારો ગુજરાતમાં આવ્યા હતા.

મકવાણા સમાજના લોકો પરંપરાગત રીતે ખેતી, લશ્કરી સેવામાં રોકાયેલા હતા. હવે આધુનિક વ્યવસાયો અને શિક્ષણમાં રોકાયેલા છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
