સર્પોનું ગામ કે જ્યાં બાળકો ગળામાં પહેરે છે સાપ, ઘરોમાં તેમને રહેવા માટે બનાવવામાં આવ્યા છે ‘દેવસ્થાનમ’
Indian Village Shetpal Where Snakes Are Family: મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક શેતપાલ (Shetpal) ગામ છે. જ્યાં સાપ ગ્રામજનોના પરિવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. શેતપાલમાં તમે ઘણા બાળકોને સાપ સાથે રમતા પણ જોશો. જાણો કેમ છે આ ગામમાં આવી સ્થિતિ...

આજે મહાશિવરાત્રી (Mahashivratri) છે. આ દિવસ શિવભક્તો માટે ખાસ છે. ભોલેનાથની કલ્પના થતાં જ હાથમાં ત્રિશૂળ અને ગળામાં સાપ વીંટાળેલા મહાદેવનું (Mahadev) ચિત્ર બહાર આવે છે. દેશમાં સાપને લઈને લોકોમાં ઘણો ડર છે, પરંતુ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક શેતપાલ ગામ છે. જ્યાં સાપ ગ્રામજનોના પરિવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ગામમાં કોબ્રા સહિત અનેક પ્રકારના સાપ છે. તમે શેતપાલમાં (Shetpal) બાળકોને સાપ સાથે રમતા પણ જોશો. જાણો કેમ છે આ ગામમાં આવી સ્થિતિ...

શેતપાલને 'સર્પપ્રેમીઓના' ગામ તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક રીતે પછાત હોવાને કારણે આ ગામમાં અનેક રીતે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. એટલા માટે અહીંના લોકો સાપના સહારે પોતાનું ગુજરાન ચલાવે છે. આ તેમની આજીવિકાનું સાધન છે. તેથી અહીં તમને ઘરે-ઘરે સાપ જોવા મળશે. આ ગામમાં સાપને પરિવારના સભ્યોની જેમ જ ગણવામાં આવે છે.

TOIના રિપોર્ટ અનુસાર શેતપાલ ગામ પુણેથી 200 કિ.મી. દૂર છે. આ ગામ કોબ્રા ગામોનું ઘર છે. અહીંના ગ્રામજનો સાપની પૂજા કરે છે. તેઓ એટલું સન્માન આપે છે કે ગામલોકોના ઘરોમાં તેમના રહેવા માટે એક ખાસ જગ્યા પણ બનાવવામાં આવી છે, જેને 'દેવસ્થાનમ' કહેવામાં આવે છે.

રિપોર્ટ અનુસાર આ ગામના બાળકો સાપથી બિલકુલ ડરતા નથી. કારણ કે તેમનો ઉછેર સાપની વચ્ચે જ થાય છે. આ જ કારણ છે કે ગામમાં તમે ઘણીવાર બાળકોને તેમના ગળામાં સાપ પહેરેલા જોશો. ઘણી વખત આ ગામોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ ચૂકી છે.

મોટાભાગના લોકો એવું વિચારે છે કે, જો તેઓ આ ગામમાં જશે તો સાપ કરડશે, પરંતુ એવું નથી. રિપોર્ટ અનુસાર આજ સુધી આવો એક પણ કેસ અહીં સામે આવ્યો નથી. તેથી જો તમારે આ ગામમાં જવું હોય તો તમે જઈ શકો છો.