Business Idea: હવે તમારો અવાજ જ બનશે તમારી કમાણીનું સાધન, લાખો કમાશો!
આજના ડિજીટલ યુગમાં દરેક યુવા ફ્રીલાન્સિંગ કામ કરવાનું વિચારે છે. એવામાં જો તમારા અવાજમાં દમ છે અને તમે તમારો અવાજ અલગ અલગ રીતે કાઢી શકો છો, તો તમારે વોઈસ ઓવર ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું જોઈએ.

જો તમારા શબ્દોનું ઉચ્ચારણ સ્પષ્ટ છે અને અવાજમાં જાદુ છે, તો 'Freelance Voice-Over' અથવા 'Dubbing Service'નો આ વ્યવસાય તમારા માટે બેસ્ટ છે. યુટ્યુબ વીડિયો, શોર્ટ ફિલ્મ્સ, પોડકાસ્ટ, રિલ્સ, ઇ-લર્નિંગ કોર્સ કે એડવર્ટાઇઝમેન્ટ દરેક પ્લેટફોર્મ પર તમે તમારો અવાજ આપી શકો છો.

ખાસ વાત એ છે કે તમે આ કામ ઘરેથી શરૂ કરી શકો છો અને ઓછી મૂડીમાં મહત્તમ કમાણી કરી શકો છો. આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે કન્ડેન્સર માઇક્રોફોન, ઓડિયો ઈન્ટરફેસ, હેડફોન્સ જેવા સાધનોની અને એક સાઉન્ડપ્રૂફ રૂમની જરૂર પડશે. સાધનોમાં અંદાજિત રોકાણ ₹15,000 થી ₹30,000ની આસપાસ થઈ શકે છે.

જો તમે પ્રોફેશનલ સ્ટુડિયો શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો, તમારે રૂ. 50,000 થી 1.5 લાખ સુધીનું રોકાણ કરવું પડી શકે છે. જો કે, શરૂઆતમાં ઘરેથી કામ શરૂ કરવું વધુ સરળ રહેશે.

આ વ્યવસાયમાં તમારી આવક તમારા ટેલેન્ટ પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે નાના વિડીયો કે રીલ માટે ₹300 થી ₹1500 જેટલી આવક તમે કમાઈ શકો છો. બીજીબાજુ પુસ્તકોના નેરેશન, કોર્પોરેટ સ્ક્રિપ્ટ કે ડોક્યુમેન્ટરી માટે ₹5,000 થી ₹25,000 સુધીની આવક તમને મળી શકે છે.

ફ્રીલાન્સિંગ વોઈસ ઓવર કે ડબિંગ સર્વિસનું કામ સતત મળે તો, તમે દર મહિને ₹15,000 થી ₹1 લાખ સુધીની કમાણી કરી શકો છો. ડોક્યુમેન્ટેશનની વાત કરીએ તો, ફ્રીલાન્સર તરીકે કોઈ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી પણ જો તમે કોઈ વોઈસ ઓવર કે ડબિંગ સર્વિસની એજન્સી શરૂ કરવાનું વિચારતા હોવ તો MSME/Udyam રજિસ્ટ્રેશન કરાવવું હિતાવહ છે.

વોઈસ ઓવર કે ડબિંગ સર્વિસ કામ માટે Fiverr, Upwork, Voice123 જેવી વેબસાઇટ પર પ્રોફાઈલ બનાવો. ઇન્સ્ટાગ્રામ, લિંકડઇન અને યુટ્યુબ પર અવાજના નમૂના અપલોડ કરો. Reel બનાવનારા ક્રિએટર્સ, યુટ્યુબર્સ, એડ એજન્સીઓ, લોકલ સ્ટુડિયોઝ અને પોડકાસ્ટર્સ સાથે ડીલ કરો. પોર્ટફોલિયો તૈયાર રાખો અને નવા ક્લાયંટને સેમ્પલ મોકલતા રહો.

આ ફિલ્ડમાં અવાજની ગુણવત્તા જ તમને આગળ લઈ જશે, આથી તમારા અવાજ પર સતત કામ કરો. પ્રેક્ટિસ અને ટ્રેનિંગ દ્વારા તમે વોઈસ ઓવર ઇંડસ્ટ્રીમાં આગળ વધી શકો છો.

તમે Udemy, Skillshare જેવી સાઇટ પરથી કોર્સ કરી શકો છો અથવા YouTube પરથી ફ્રી ટ્રેનિંગ મેળવી શકો છો. રોજ 15-20 મિનિટ વાંચન અને ઉચ્ચારણની પ્રેક્ટિસ કરવાથી તમારી વોઇસ ઓવર સ્કિલમાં સુધાર આવશે અને નવા પ્રોજેક્ટ્સ પણ મળતા રહેશે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.






































































