Health Tips: ચરબી ઘટાડી તમે પણ દેખાઈ શકો છો સ્લીમ, આજે જ તમારા ડાયટમા સામેલ કરો આ વેઈટ લોસ ડ્રિંક
સામાન્ય રીતે એક વાર વજન વધ્યા પછી તેને ઘટાડવું (Weight Loss) એટલું સરળ કાર્ય નથી. વજન વધારવા અને વજન ઘટાડવા માટે સ્વસ્થ આહાર અને નિયમિત કસરત કરવી ખૂબ જ જરૂરી છે. જો ઝડપથી વજન ઘટાડવા અને પેટની ચરબી ઘટાડવા માટે તમે પણ તમારા આહારમાં ઘણા પ્રકારના સ્વાસ્થ્યપ્રદ પીણાં તમને વજન ઘટાડવામા મદદ કરી શકે છે.

સામાન્ય રીતે એક વાર વજન વધ્યા પછી તેને ઘટાડવું એટલું સરળ કાર્ય નથી. વજન વધારવા અને વજન ઘટાડવા માટે સ્વસ્થ આહાર અને નિયમિત કસરત કરવી ખૂબ જ જરૂરી છે. જો ઝડપથી વજન ઘટાડવા અને પેટની ચરબી ઘટાડવા માટે તમે પણ તમારા આહારમાં ઘણા પ્રકારના સ્વાસ્થ્યપ્રદ પીણાં તમને વજન ઘટાડવામા મદદ કરી શકે છે.

જીરાનું પાણી - વજન ઘટાડવા માટે તમે જીરાના પાણીનું સેવન કરી શકો છો. જીરા પાણી બનાવવા માટે એક ચમચી જીરુંને પાણીમાં ઉકાળો. પાણી ઉકળી ગયા પછી તે પાણીને ચાળીને ઠંડુ કરો. આ પછી જીરાપાણીનુ સેવન સવારે ખાલી પેટે કરો. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે.

અજમાનુ પાણી - અજમાનુ પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે અજમાને આખી રાત પાણીમા પલાળી રાખો. સવારે તેને ગરમ કર્યા પછી તેનું સેવન ખાલી પેટે કરો. આ પાણી પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ગ્રીન ટી - ગ્રીન ટીનું નિયમિત સેવન કરવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ રુપ થાય છે. ગ્રીન ટી પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તે ચયાપચયને ઝડપી બનાવવામાં મદદ કરે છે. ગ્રીન ટી પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.

તજનું પાણી - તજનું પાણી બનાવવા માટે તજને એક ગ્લાસ પાણીમાં ઉકાળવા મુકો અને તેને 5 મિનીટ સુધી તેને ઉકાળ્યા પછી તેને ઠંડુ કરો અને હુંફાળુ પાણી થાય પછી તેનું સેવન કરો. રાત્રે સૂતા પહેલા તજના પાણીનુ સેવન કરવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળશે.(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો)