Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : ગરમીમાં વધારે ના પીતા લીંબુ પાણી ! થઈ શકે છે આ મોટી સમસ્યા, જાણો અહીં

ઉનાળો આવતા જ લોકો ઠંડી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો ઉનાળામાં ફળોના રસ, શરબત, લીંબુ પાણીનું સેવન કરે છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીંબુમાં વિટામિન્સ અને મિનરલ્સ જેવા ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ તેને વધારે પીવાથી નુકસાન પણ થઈ શકે છે. ચાલો જાણીએ નિષ્ણાતો પાસેથી.

| Updated on: Apr 04, 2024 | 4:55 PM
ઉનાળો આવી ગયો છે અને આ સિઝનમાં લોકો ડીહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે લીંબુ પાણી પીવે છે. ગરમીથી બચવા ઉપરાંત, મોટાભાગના લોકો લીંબુ પાણી લીંબુ શિકંજી અને લીંબુ શરબત પણ પીવે છે કારણ કે તે કાળજાળ ગરમીમાં રાહત આપે છે. અલબત્ત, લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ કેટલાક લોકો માટે તે સમસ્યાઓનું કારણ બની શકે છે. નિષ્ણાતો કહે છે કે વધુ પડતું લીંબુ પાણી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

1 / 7
નિષ્ણાંત મુજબ વૃદ્ધત્વ વિરોધી હોય કે વજન ઘટાડવાની વાત હોય, લોકો હંમેશા લીંબુ પાણી પર આધાર રાખે છે. લીંબુમાં વિટામિન સી, ઝિંક અને ફોલિક એસિડ મળી આવે છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. ડાયટિશિયન માધવી કહે છે કે દરેક સારી વસ્તુના ગેરફાયદા પણ હોય છે. ત્યારે ચાલો જાણીએ કે વધારે પડતુ જ લીંબુ પાણી પીવામાં આવે તો શું નુકસાન થઈ શકે છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

2 / 7
દાંતને નુકસાન : નિષ્ણાતોનું કહેવું છે કે રોજ વધારે માત્રામાં લીંબુ પાણી પીવાથી દાંત પર વિપરીત અસર થાય છે. લીંબુમાં સાઇટ્રિક એસિડની માત્રા વધુ હોય છે, તેથી તમારા દાંતમાં સંવેદનશીલતાની સમસ્યા થઈ શકે છે. વધુ પડતા લીંબુ પાણીથી પણ દાંતને અસર થાય છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

3 / 7
એસિડિટીની સમસ્યા થઈ શકે છે : જે લોકો પહેલાથી જ ગેસ કે એસિડિટીની સમસ્યાથી પરેશાન હોય તેમણે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. તેમાં સાઇટ્રિક એસિડનું પ્રમાણ વધુ હોવાથી એસિડિટી વધવાનું જોખમ રહેલું છે. જેમને એસિડિટીની સમસ્યા હોય તેમણે ખાલી પેટ લીંબુ પાણી ન પીવું જોઈએ.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

4 / 7
કિડની પર અસર : ડાયટિશિયન માધવી કહે છે કે જો કોઈને કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય તો પણ તેણે ખાલી પેટે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. આ કારણે તમારી કિડની પર વધારાનું દબાણ આવી શકે છે. તેથી, ધ્યાનમાં રાખો કે ક્રોનિક કિડની રોગથી પીડિત લોકોએ ખાલી પેટ લીંબુ પાણી પીવું જોઈએ નહીં.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

5 / 7
 માથામાં દુખાવો : આ સિવાય વધુ માત્રામાં લીંબુ પાણી પીવાથી પણ માથાનો દુખાવો થઈ શકે છે. તેમાં ટાયરામાઈન નામનું એમિનો એસિડ જોવા મળે છે, જેના કારણે આપણા મગજમાં લોહી ઝડપથી પહોંચે છે અને માઈગ્રેન સંબંધિત સમસ્યાઓ ઊભી કરે છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

6 / 7
હાડકાની સમસ્યાઓ : હાડકાને લગતી સમસ્યાઓ હોય તો લીંબુ પાણી વધારે ન પીવું જોઈએ. તેનાથી હાડકાંને નુકસાન થઈ શકે છે. લીંબુ પાણીનું એસિડ હાડકામાં જમા થયેલા કેલ્શિયમને ઝડપથી ખતમ કરી શકે છે, જે પેશાબ દ્વારા બહાર નિકળી જાય છે. આના કારણે હાડકાં નબળા અને પોલા પડી શકે છે અને ઓસ્ટીયોપોરોસીસનું જોખમ પણ અનેકગણું વધી શકે છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

7 / 7
Follow Us:
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ

Breaking News: અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું 86 કરોડથી વધુનું સોનુ

રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ

દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ

વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ

આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video

સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video

7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત

ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ

g clip-path="url(#clip0_868_265)">