કાનુની સવાલ : સિયાને હાથકડી કેમ ન લગાવવામાં આવી ? પોલીસના નિયમો અને કાયદાઓ વિશે જાણો
પુણેના કેતન અગ્રવાલ હત્યાકાંડ મામલે એક વીડિયો ચર્ચામાં છે. જેમાં સિયા ગોયલ હાથકડી વગર ફરી રહી હતી. જ્યારે ચેતન ચૌધરીના હાથમાં હાથકડી જોવા મળી હતી. આ વાયરલ વીડિયો બાદ લોકો અનેક સવાલો કરી રહ્યા છે. તો ચાલો કાનુન શું કહે તેના વિશે જાણીએ.

કેતન અગ્રવાલ મર્ડર કેસમાં આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચેતનના હાથમાં હાથકડી હતુ પરંતુ સિયાના હાથમાં ન હતી. પોલીસ કસ્ટડીમાં હાથકડી વગર જોવા મળી હતી.હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, કેમ સિયાના હાથમાં હથકડી નથી. તો ચાલો જાણીએ આનું કારણ શું છે. તેમજ હથકડી સાથે જોડાયેલા પ્રોટોકોલ શું કહે છે.

તમને જણાવી દઈએ કે, હંમેશા કોઈ યોગ્ય કારણ વગર હાથકડી લગાવવી એ વિરુદ્ધમાં છે. પોલીસના નિયમો અને કોર્ટના નિયમો ચુકાદાઓ અનુસાર, હાથકડીનો ઉપયોગ સામાન્ય રીતે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે અને ફક્ત એસ્કોર્ટ હેતુ માટે કરી શકાતો નથી. મહિલાઓ સાથે સંકળાયેલા કેસોમાં, પોલીસને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમને હાથકડી પહેરાવવાનું ટાળે. વધુમાં, 21 વર્ષથી ઓછી ઉંમરના ગુનેગારોને કોર્ટની પરવાનગી વિના હાથકડી પહેરાવી શકાતી નથી.

જો પોલીસને લાગે કે, ધરપકડ કરાયેલ વ્યક્તિ ગંભીર ગુનેગાર છે અથવા તેમાં ભાગી જવાની સંભાવના છે, તો હાથકડી પહેરાવવાની મંજૂરી આપી શકાય છે. જો કે, સામાન્ય રીતે તેમને હાથકડીનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.

અનેક વખત કોર્ટમાં પણ હાથકડી લગાવવાને લઈ અનેક ચર્ચાઓ થઈ ચૂકી છે. કોર્ટે હાથકડીને લઈ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટનું કહેવું છે કે, કોઈ પણ આરોપીને હાથકડી લગાવવાથી બચવું જોઈએ. જ્યાં સુધી હાથકડી લગાવવાનું કોઈ જરુરી કારણ ન હોય.

કેટલીક વખત તો કોર્ટનો પહેલા આદેશ લેવામાં આવે છે. જો કોઈ ખુંખાર આરોપી છે. તો આવી સ્થિતિમાં પોલીસ હાથકડી લગાવી શકે છે. સામાન્ય રીતે હાથકડી ન લગાવવા પર જોર આપવામાં આવે છે.

પોલીસના હાથકડી સાથે જોડાયેલા પ્રોટોકલ મુજબ ગંભીર ગુનાના કેસમાં આરોપીઓને કોર્ટ, હોસ્પિટલ કે અન્ય સ્થળો પર લઈ જતી વખતે હાથકડી લગાવી શકાય છે.

BNSS ની કલમ 43(3) અનુસાર, સંગઠિત ગુના, આતંકવાદ, માદક દ્રવ્યોના ગુનાઓ, ગેરકાયદેસર રીતે હથિયારો અને દારૂગોળો રાખવા, હત્યા, બળાત્કાર, એસિડ હુમલો, ચલણ અથવા સિક્કાઓની નકલ, માનવ તસ્કરી, બાળકો સામે જાતીય ગુનાઓ અથવા રાજ્ય વિરુદ્ધ ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓની ધરપકડ કરતી વખતે અથવા રજૂ કરતી વખતે હાથકડીનો ઉપયોગ કરી શકાય છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
