AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાલનો ઘટાડો તો માત્ર ટ્રેલર છે… ગ્લોબલ માર્કેટમાં અચાનક બદલાયું ‘સમીકરણ’, સોનાના ભાવ આસમાને પહોંચવાના સંકેત

હાલના સમયમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, આ ઘટાડો બહુ લાંબો સમય નહીં ટકે. આગામી સમયમાં સોનાના ભાવ ફરી એકવાર નવો રેકોર્ડ બનાવી શકે છે.

| Updated on: Jun 27, 2026 | 1:13 PM
Share
જાન્યુઆરીમાં રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા બાદ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એવામાં UBS નું માનવું છે કે, આ ઘટાડો લાંબો સમય નહીં રહે. બેંકના જણાવ્યા અનુસાર, રોકાણકારોની વધતી જતી ખરીદી, વિશ્વભરની સેન્ટ્રલ બેંકો (કેન્દ્રીય બેંકો) દ્વારા સતત સોનાની ખરીદી અને વર્ષના અંત સુધીમાં અમેરિકન ડોલર નબળો પડવાને કારણે સોનાના ભાવ ફરી વધી શકે છે.

1 / 7
UBS નો અંદાજ છે કે, વર્ષ 2026 ના અંત સુધીમાં સોનું 5,500 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. UBS નું કહેવું છે કે, મજબૂત રોકાણ માંગ, સેન્ટ્રલ બેંકોની સતત ખરીદી અને આગળ જતાં ડોલરમાં સંભવિત નબળાઈ સોનાને ટેકો આપી શકે છે. UBS ના અહેવાલ મુજબ, જૂનની શરૂઆત સુધીમાં સોનાની કિંમત જાન્યુઆરીમાં બનેલી તેની રેકોર્ડ હાઈ સપાટીથી લગભગ 28% ઘટી ચૂકી હતી.

2 / 7
બ્રોકરેજનું કહેવું છે કે, તાજેતરના મહિનાઓમાં ઊર્જા (એનર્જી) ના મોંઘા ભાવ, મજબૂત અમેરિકન ડોલર અને વ્યાજ દરો લાંબા સમય સુધી ઊંચા રહેવાની આશંકાઓએ સોનાના ભાવ પર દબાણ બનાવ્યું. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે તેલ અને ગેસના ભાવ વધ્યા. આનાથી અમેરિકન ડોલર મજબૂત થયો અને રોકાણકારોને બોન્ડમાંથી વધુ સારું વળતર મળવા લાગ્યું. આ કારણોસર લોકોનું વલણ થોડા સમય માટે સોના પરથી હટી ગયું, જેના લીધે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.

3 / 7
UBS ના જણાવ્યા મુજબ, જ્યારે વ્યાજ દરો ઊંચા હોય છે ત્યારે સોનું ઓછું આકર્ષક બની જાય છે, કારણ કે સોના પર કોઈ વ્યાજ કે વળતર મળતું નથી. આ સિવાય, જ્યારે અમેરિકન ડોલર મજબૂત થાય છે ત્યારે અન્ય દેશોના લોકો માટે સોનું ખરીદવું મોંઘું થઈ જાય છે. આનાથી વિશ્વભરમાં સોનાની માંગ ઘટી જાય છે. છેલ્લા કેટલાક સમયથી આ જ સ્થિતિ બનેલી હતી. વધુમાં વ્યાજ દરો ઊંચા રહ્યા અને ડોલર પણ મજબૂત રહ્યો. આ જ કારણે સોનાની માંગ ઓછી થઈ અને ભાવો પર દબાણ આવ્યું, જેથી 'સોનું' સસ્તું થતું ગયું.

4 / 7
UBS નું કહેવું છે કે, સોનાના ભાવ વધવા પાછળના જે મોટા કારણો હતા, તે હજી પણ હાજર છે. World Gold Council ના આંકડા અનુસાર, આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોનાની માંગ સારી રહી છે. આ સાથે જ વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સતત સોનું ખરીદી રહી છે. બ્રોકરેજનું માનવું છે કે, આગળ પણ સોનાને સપોર્ટ મળતો રહેશે, કારણ કે દુનિયામાં દેવું વધી રહ્યું છે, અમેરિકાની બજેટ ખાધ સતત વધી રહી છે અને ઘણી સેન્ટ્રલ બેંકો પોતાના વિદેશી ભંડારને ફક્ત ડોલર પર નિર્ભર ન રાખતા અલગ-અલગ વસ્તુઓમાં ડાયવર્સિફિકેશન કરી રહી છે.

5 / 7
UBS નો અંદાજ છે કે, વર્ષ 2026 ના અંત સુધીમાં સોનાની કિંમત 5,500 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. અત્યારે સોનું લગભગ 3,987 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહ્યું છે, એટલે કે અહીંથી આશરે 37% સુધીના વધારાની શક્યતા દર્શાવવામાં આવી છે. ભારતમાં હાલમાં સોનાનો ભાવ આશરે ₹1.46 લાખ પ્રતિ 10 ગ્રામ છે. જો વિશ્વભરમાં સોનાના ભાવ આ જ રીતે વધતા રહેશે, તો ભારતમાં પણ ભાવ વધીને આશરે ₹2 લાખ પ્રતિ 10 (ગ્રામ) સુધી જઈ શકે છે. જો કે, અસલી કિંમત ફક્ત આંતરરાષ્ટ્રીય બજાર પર જ નહીં પરંતુ રૂપિયા અને ડોલરના બદલાતા ભાવ, આયાત પર લાગતો ટેક્સ (ઈમ્પોર્ટ ડ્યુટી) અને દેશમાં સોનાની માંગ પર પણ નિર્ભર રહેશે.

6 / 7
UBS નું કહેવું છે કે, આગળ જતાં અમેરિકન ડોલર નબળો પડી શકે છે. જો એવું થશે, તો સોનાના ભાવને ફરીથી વધવામાં મદદ મળી શકે છે. આ સિવાય, દુનિયામાં ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતા અને ઇકોનોમિક રિસ્ક (આર્થિક જોખમો) પણ લોકોને સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ આકર્ષિત કરી શકે છે. બ્રોકરેજનું એવું પણ કહેવું છે કે, તાજેતરનો ઘટાડો લાંબાગાળાના ટ્રેન્ડને બદલતો નથી અને આ ફક્ત ટૂંકાગાળાની અસર છે. આથી UBS હજી પણ રોકાણકારોને સલાહ આપે છે કે, તેઓ પોતાના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં સોનું રાખે, કારણ કે તે જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

7 / 7

જમીન ખરીદવી કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ? પૈસાથી રૂપિયા બનાવવા માટે કયો વિકલ્પ ‘બેસ્ટ’?

Follow Us
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video

ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ

અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો

ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર

દિવાલ ધરાશાયી થતાં વાહનો પાણીમાં ગરકાવ, જુઓ Video

Video News : અંબિકા, પૂર્ણા, ગુપ્તેશ્વર નદીમાં ઘૂઘવતા પૂરનો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, હવે ઉત્તર ગુજરાતનો વારો !

અમદાવાદમાં હવે 3 દિવસ રેડ એલર્ટની સ્થિતિઃ મ્યુ કમિશનર બંછાનિધી પાની

નવસારી પૂર્ણા નદીએ ભયનજક સપાટી વટાવતા મુશ્કેલી સર્જાઇ

અમદાવાદમાં મેઘતાંડવ ! 3 કલાકમાં 6 ઈંચ વરસાદ, AMTS બસ પાણીમાં ફસાઈ

g clip-path="url(#clip0_868_265)">