રાજકોટથી દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા સુધી રખડતા શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો પર હુમલા બાદ લોકોમાં ભય
રાજકોટના જસદણ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રખડતા શ્વાનના હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે.
રાજકોટના જસદણ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રખડતા શ્વાનનો આતંક વધતો જઈ રહ્યો છે. બંને શહેરોમાં શ્વાનના હુમલાની અલગ-અલગ ઘટનાઓ સામે આવતાં સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે, જ્યારે સમગ્ર ઘટનાના CCTV વીડિયો પણ સામે આવ્યા છે.
રાજકોટ જિલ્લાના જસદણમાં છેલ્લા 15 દિવસથી એક હડકાયા શ્વાનનો આતંક યથાવત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જસદણના છત્રી બજાર વિસ્તારમાં શ્વાને અચાનક એક વ્યક્તિ પર હુમલો કરીને બચકા ભર્યા હતા. હુમલામાં વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.
બીજી તરફ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા શહેરમાં શ્રીજી સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પણ રખડતા શ્વાને અચાનક દાદા અને તેમના પૌત્ર સહિત ચાર લોકો પર હુમલો કર્યો હતો. શ્વાને આડેધડ બચકા ભરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો દોડી આવ્યા અને શ્વાનને ભગાડી ઈજાગ્રસ્તોને બચાવ્યા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બંને ઘટનાઓ બાદ શહેરોમાં રખડતા શ્વાનોના વધતા આતંક સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર પાસે રખડતા શ્વાનોને પકડવા અને લોકોને સુરક્ષા પૂરી પાડવા માટે તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સુરત: મીટર સાદું, બિલ સ્માર્ટ મીટરનું ! સુરતમાં DGVCLની ભૂલથી ગ્રાહક મૂંઝાયો
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

