ભૂલથી પણ ચૂકતા નહીં… જુલાઈ મહિનામાં પતાવી લેજો આ ‘5 સરકારી કામ’, નહીં તો ખિસ્સા પર પડશે ‘સીધી’ અને ‘ભારે અસર’
જો તમે નોકરી કરો છો અથવા બિઝનેસ ચલાવો છો, તો આગામી જુલાઈ મહિનો તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. આ મહિનામાં ટેક્સ સાથે જોડાયેલી કેટલીક એવી મોટી તારીખો આવી રહી છે કે, જેને જો તમે ચૂક્યા તો મોટો 'આર્થિક ફટકો' પડી શકે છે.

નોકરિયાત લોકો, વ્યાપારીઓ અને કંપનીઓ માટે 'જુલાઈ 2026' નો મહિનો ટેક્સ તેમજ કમ્પ્લાયન્સ (નિયમોના પાલન) ની દૃષ્ટિએ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે. આ મહિને ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાથી લઈને TDS જમા કરવા જેવી ઘણી મહત્વપૂર્ણ તારીખો આવી રહી છે. જો તમે આમાંથી કોઈપણ ડેડલાઈન ચૂકી જશો, તો તમારે ભારે પેનલ્ટી (દંડ), લેટ ફી અને વ્યાજ ચૂકવવું પડી શકે છે. પોતાના ખિસ્સાને નુકસાનથી બચાવવા માટે ટેક્સ સાથે જોડાયેલી આ 5 મોટી ડેડલાઈન્સને પહેલાથી જ નોંધી લો અને સમયસર પોતાનું કામ પૂરું કરો.

જુલાઈ મહિનાની સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ ડેડલાઈન ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છે. ફાઇનાન્સિયલ યર 2025-26 માટે ITR-1 અને ITR-2 ભરનારા વ્યક્તિગત કરદાતાઓએ 31 જુલાઈ 2026 સુધીમાં પોતાનું રિટર્ન ગમે તે ભોગે ફાઈલ કરવું પડશે. આ તારીખ પછી રિટર્ન ભરવા પર ભારે 'લેટ ફી' ચૂકવવી પડશે અને તમે તમારા નુકસાનને (Loss) આગળના વર્ષો માટે કેરી ફોરવર્ડ (Carry Forward) પણ નહીં કરી શકો.

મહિનાની શરૂઆતમાં જ 7 જુલાઈએ એક મોટું કમ્પ્લાયન્સ આવી રહ્યું છે. ટૂંકમાં, જે કરદાતાઓ અથવા સંસ્થાઓને એસેસિંગ ઓફિસર તરફથી ત્રિમાસિક (ક્વાર્ટરલી) TDS જમા કરવાની મંજૂરી મળેલી છે, તેમણે એપ્રિલ-જૂન ક્વાર્ટરનો 'TDS' 7 જુલાઈ સુધીમાં જમા કરાવવો પડશે. આ સિવાય, જૂન 2026 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન મળેલા ખાસ ડિક્લેરેશન અને ફોર્મ્સ અપલોડ કરવાની છેલ્લી તારીખ પણ આ જ છે.

15 જુલાઈની તારીખ સરકારી કચેરીઓ, સ્ટોક એક્સચેન્જો, ઓથોરાઈઝ્ડ ડીલર્સ, IFSC યુનિટ્સ અને NRI રોકાણકારો સાથે કામ કરતા વચેટિયાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે આ તારીખ સુધીમાં પોતાનું જરૂરી રિપોર્ટિંગ અને ટેક્સ સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. આ સિવાય ટેક્સ કપાત (TDS ડિડક્શન) કરનારા લોકો અથવા સંસ્થાઓ માટે 30 જુલાઈની તારીખ મહત્વની છે. જૂન મહિનામાં કરવામાં આવેલી કેટલીક ખાસ કેટેગરીની ટેક્સ કપાત સંબંધિત ચલાન-કમ-સ્ટેટમેન્ટને આ તારીખ સુધીમાં સબમિટ કરવું અનિવાર્ય છે.

31 જુલાઈ માત્ર ITR માટે જ નહીં પરંતુ અન્ય ઘણા મોટા ટેક્સ કમ્પ્લાયન્સ માટે પણ વર્ષનો સૌથી વ્યસ્ત દિવસ છે. સેલેરીમાંથી ટેક્સ કાપનારા એમ્પ્લોયર્સ (કંપનીઓ) અને TCS કલેક્ટ કરનારી સંસ્થાઓએ 30 જૂના રોજ પૂરા થયેલા ક્વાર્ટરનું રિટર્ન 31 જુલાઈ સુધીમાં ફાઈલ કરવું પડશે. આ સિવાય, બિન-નિવાસીઓ (Non-residents) ને કરવામાં આવેલી નોન-સેલેરી ચૂકવણીઓનું ક્વાર્ટરલી TDS સ્ટેટમેન્ટ પણ આ જ દિવસ સુધીમાં આપવાનું રહેશે.

જો તમે ટેક્સ છૂટ અથવા રાહતનો દાવો કરવા માંગો છો, તો તમારે 31 જુલાઈ સુધીમાં Form 10E (એરિયર્સ અથવા એડવાન્સ સેલરી પર ટેક્સ રિલીફ મેળવવા માટે), Form 10BA (ધારા 80GG હેઠળ ભાડાના મકાન પર ડિડક્શનનો દાવો કરવા માટે), Form 10H (વિદેશી આવક પર ડિડક્શનનો દાવો કરનારા લેખકો અને પેટન્ટ ધારકો માટે), Form 10CCE અને Form 10CCD (રોયલ્ટી સાથે જોડાયેલી ટેક્સ છૂટનો લાભ લેવા માટે) આ ફોર્મ જરૂરથી ભરવા જોઈએ.
₹15 લાખથી વધુની સેલેરી પર પણ એકપણ રૂપિયો ટેક્સ નહીં ચૂકવવો પડે, બસ કરો આ ‘નાનું કામ’
