AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરમાં ગંગાજળિયા તળાવની દુર્દશા, 10 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન તો કરી દીધુ પરંતુ સફાઈના અભાવે જામ્યા ગંદકીના ગંજ

ભાવનગરના ગંગાજળિયા તળાવમાં ઉંડે સુધી લીલના થર જામ્યા છે. તળાવની આસપાસ પણ વનસ્પતિ અને કચરાના ગંજ જામ્યા છે. 10 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન તો કરાયુ પરંતુ નિયમિત જાળવણીના અભાવે હાલ તળાવની દુર્દશા સામે આવી છે. માથુ ફાડી નાખતી અસહ્ય દુર્ગંધને કારણે આસપાસના લોકો પણ ત્રસ્ત બન્યા છે.

ભાવનગરમાં ગંગાજળિયા તળાવની દુર્દશા, 10 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન તો કરી દીધુ પરંતુ સફાઈના અભાવે જામ્યા ગંદકીના ગંજ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2026 | 4:42 PM
Share

ભાવનગર શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરતુ ગંગાજળિયા તળાવની દુર્દશાના દૃશ્યો સામે આવી રહ્યા છે. રાજકીય નેતાઓએ જશ લેવા માટે 10 કરોડના ખર્ચે તળાવનુ બ્યુટિફિકેશન તો કરાવ્યુ પરંતુ હાલ જાળવણીને અભાવે તેમાં ગંદકીના ગંજ જામ્યા છે. તળાવની જવાબદારી જેના શિર છે તે ગાર્ડન વિભાગ પણ તેની સફાઈ નથી કરાવી રહ્યુ. હાલ તળાવમાં લીલનું સામ્રાજ્ય જામ્યુ છે. પરંતુ પાણીમાં લીલ હોવાના કારણે લોકો પણ હવે તળાવમાં જ કચરો નાખી રહ્યા છે. લાંબા સમયથી લીલના કારણે તળાાવ દુર્ગંધ મારે છે. અહીંથી પસાર થનારા લોકોને પણ નાક આડે રૂમાલ નાખીને નીકળવુ પડે છે. ભાવનગરની વચ્ચોવચ્ચ આવેલુ આ તળાવ રાજાશાહી સમયની ધરોહર ગણવામાં આવે છે પરંતુ હાલ જાળવણીના આ અભાવે આ ધરોહરની દુર્દશા જોવા મળી રહી છે.

ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમાર સિંહજી આ તળાવ બંધાવ્યુ હતુ. પરંતુ સાફસફાઈના અભાવે હાલ નાગરિકોના ટેક્સના પૈસાનું પણ પાણી થતુ જોવા મળી રહ્યુ છે. તળાવની સફાઈ પાછળ દર વર્ષે અંદાજે 15 લાખનો ખર્ચ મનપા કરી રહ્યુ છે પરંતુ તળાવની જો નિયમિત યોગ્ય સફાઈ થતી હોત હાલ તેની આ સ્થિતિ ન હોત. ભાવનગરની જનતા બાળકોને લઈને અહીં ફરવા આવી શકે તે હેતુથી તળાવનું 10 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યુ પરંતુ સફાઈ ન હોવાથી અહીં એકપણ માણસ ફરક્તો સુદ્ધા નથી. મહાનગરપાલિકામાં ત્રણ ત્રણ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બદલાઈ ગયા પરંતુ તળાવની દુર્દશા દૂર નથી. તળાવની સફાઈનું કામ કરવામાં આવ્યુ નથી.

ભાવનગર મહાનગરપાલિકા કે બાગ બગીચા વિભાગને પીએમ મોદીનું સ્વચ્છ ભારત મિશન લાગુ ન પડતુ હોય તેવુ લાગી રહ્યુ છે. જે તળાવનું વર્ષ 2019માં 10 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યુ તેની દયનિય હાલત બની છે. તળાવની આસપાસ કચરો, અનિચ્છનિય વનસ્પતિ અને ઘાસ ના ગંજ જામ્યા છે. તળાવમાં લીલના થર જામ્યા છે પરંતુ ના તો લીલ દૂર કરાય છે ના તો આસપાસના એરિયાની સફાઈ કરવામાં આવે છે. હાલ તળાવમાંથી આવતી અસહ્ય દુર્ગંધથી આસપાસના દુકાનદારો અને અહીંથી પસાર થનારા લોકો પણ તળાવની વ્હેલી તકે સફાઈ કરવાની માગ કરી રહ્યા છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

હવે અઠવાડિયામાં છ દિવસ અમદાવાદથી દ્વારકા જઈ શકશો, વંદે ભારત ટ્રેનના સમય, રૂટ અને સ્ટેશનમાં કરાયા મોટા ફેરફાર

Follow Us
ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ
ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ
નવસારીનો ‘વિકાસ’ પાણીમાં! ₹1,000 કરોડના કાર્યો ધોધમાર વરસાદમાં ધોવાયા
નવસારીનો ‘વિકાસ’ પાણીમાં! ₹1,000 કરોડના કાર્યો ધોધમાર વરસાદમાં ધોવાયા
ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, રોપવે શરૂ થતા ઉમટ્યા પ્રવાસીઓ
ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, રોપવે શરૂ થતા ઉમટ્યા પ્રવાસીઓ
25 દિવસમાં 5,000 ખાડા પડતાં AMC સામે 'જનઆક્રોશ', ખુલ્લી 'તંત્રની પોલ'
25 દિવસમાં 5,000 ખાડા પડતાં AMC સામે 'જનઆક્રોશ', ખુલ્લી 'તંત્રની પોલ'
ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ
ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
આનંદનગરના ફ્લેટમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
આનંદનગરના ફ્લેટમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી
અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">