Breaking News : દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડથી વધુનું કૌભાંડ, મંડળીના જ સભાસદ સહિત 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ
મળતી માહિતી મુજબ વર્ષ 2024-25 દરમિયાન સોસયટીના હિસાબોમાં ગંભીર ગેરરીતિઓ બહાર આવી હતી. તપાસ દરમિયાન રૂ 1.33 કરોડથી વધુ રકમની ઉચાપત થઈ હોવાનું જાણવા મળ્યું છે
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામે સ્થિત ‘ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટી’માં કરોડો રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. મંડળીના રૂ. 1.33 કરોડથી વધુની ઉચાપતનો આક્ષેપ થતા ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ ખોટા દસ્તાવેજો અને બોગસ બેંક સ્ટેટમેન્ટ બનાવી કૌભાંડ આચર્યા હોવાની જાણકારી મળી રહી છે.
મંડળીના 1.33 કરોડથી વધુની ઉચાપતનો આક્ષેપ
આ મામલે મંડળીના બે સભાસદ અને કલેક્શન ક્લાર્ક સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે લિમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. ફરિયાદ મુજબ આરોપીઓ ખોટા દસ્તાવેજો અને બેંક સ્ટેટમેન્ટના આધારે સાભસદોની થાપણની રકમને અંગત ઉપયોગમાં લેતા હતા, જેના કારણે મંડળીને મોટું આર્થિક નુકસાન પણ થયું છે.
હિસાબોમાં ગંભીર ગેરરીતિઓ બહાર આવી
મળતી માહિતી મુજબ વર્ષ 2024-25 દરમિયાન સોસયટીના હિસાબોમાં ગંભીર ગેરરીતિઓ બહાર આવી હતી. તપાસ દરમિયાન રૂ 1.33 કરોડથી વધુ રકમની ઉચાપત થઈ હોવાનું જાણવા મળ્યું છે અને આ ગેરરીતિ બે સભાસદ અને કલેક્શન ક્લાર્કે કરી હોવાના આક્ષેપ લાગ્યા છે. આ મામલે ભરતભાઈ પટેલ દ્વારા લીમખેડા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી સમગ્ર પ્રકરણની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
હાલ કરોડોની ઉચાપતના આ મામલે લીમખેડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Breaking News : ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !

