AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar Breaking News : ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ ! જુઓ Video

Gandhinagar Breaking News : ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2026 | 1:57 PM
Share

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે ગુજરાત રાજ્યમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ કર્યો છે. તેથી સહકારી ક્ષેત્રમાં એક નવી પહેલને વેગ મળ્યો છે. મુસાફરોને વિશ્વસનીય ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે આ સેવા શરૂ કરવામાં આવી છે.

ભારત ટેક્સી એક કો-ઓપરેટીવ મોડલ પર આધારિત ટેક્સી સેવા છે. જેનો મુખ્ય હેતુ ડ્રાઇવરોને સન્માનજનક રોજગાર ઉપલબ્ધ કરાવવાનો છે. આ મોડલમાં ડ્રાઇવરો સેવા પ્રદાતા જ નહીં પરંતુ સહકારી વ્યવસ્થાના ભાગીદાર પણ બનશે. જેના કારણે કમાણીનો વધુ હિસ્સો તેમની પાસે રહેશે. ગુજરાતમાં 14 શહેરમાં આજથી ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના હસ્તે આ સેવાની શરુઆત કરાવવામાં આવીછે.  આ પહેલ દ્વારા ખાનગી એગ્રીગેટર કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

4 હજારથી વધુ સારથીઓ કાર્યક્રમમાં જોડાયા

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ આજે 27 જૂને ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહના હસ્તે ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો આરંભ થયો છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ પણ આ કાર્યક્રમ હતી. ગુજરાત રાજ્યભરમાંથી 4 હજારથી વધુ સારથીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે. કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સારથીઓનું સન્માન કરવામાં આવ્યું છે.

રાજ્યના 14 મુખ્ય શહેરોમાં ભારત ટેક્સીનો પ્રારંભ થશે. ગુજરાતમાં 1.5 લાખથી વધુ સારથી અને 6 લાખ ગ્રાહકો જોડાયેલા છે. ભારત ટેક્સી અને વિવિધ સંસ્થાઓ વચ્ચે કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ટેક્સી સહકારી મોડલથી ડ્રાઇવરોને આર્થિક સશક્તિકરણ મળશે

આ પણ વાંચો, Breaking News: બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી, જુઓ Video

Published on: Jun 27, 2026 01:57 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">