AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વેનેઝુએલામાં 1,430 લોકોના મોત અને 69,000 લોકો ગુમ, 20 દેશોના 2,000 બચાવ કાર્યકરો કામે લાગ્યા

7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપે વેનેઝુએલામાં ભારે વિનાશ મચાવ્યો છે. અત્યાર સુધીમાં 1,430 લોકો મૃત્યુ પામ્યા છે અને 69,000 લોકો ગુમ છે. 20 દેશોના 2,000 થી વધુ બચાવ કાર્યકરો કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહ્યા છે.

Breaking News : વેનેઝુએલામાં 1,430 લોકોના મોત અને 69,000 લોકો ગુમ, 20 દેશોના 2,000 બચાવ કાર્યકરો કામે લાગ્યા
Image Credit source: AI
| Updated on: Jun 28, 2026 | 10:18 AM
Share

વેનેઝુએલામાં આવેલા 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપે તબાહી મચાવી દીધી છે. ભૂકંપના 3 દિવસ પછી પણ રાહત અને બચાવ કાર્ય સતત ચાલું છે. અત્યારસુધી 1,430 લોકોના મૃત્યું થયા છે. જ્યારે 68,900 લોકો ગુમ થયા છે. કાટમા નીચે લોકોને જીવતા નીકાળવા માટે કાર્ય ચાલું છે. આ કારણે દુનિયાના અંદાજે 20 દેશમાંથી 2,000 થી વધારે બચાવકર્મીઓ વેનેઝુએલામાં પહોંચી ગયા છે. સતત બચાવ કાર્યમાં લાગ્યા છે. શનિવાર સુધીમાં 17 વિમાનો દ્વારા 1,600 થી વધારે રેસ્ક્યુકર્મા દેશ પહોંચી ચૂક્યા હતા. ત્યારબાદ ટીમ પહોંચી હતી. જેમાં અમેરિકા, મેક્સિકો, બ્રાઝીલ અને ફ્રાન્સ, અલ સલ્વાડોર સહિત અનેક દેશના એક્સપર્ટ સામેલ છે.

બચાવ દળ મશીનોથી શોધ કરી રહ્યા છે અને સ્નિફર ડોગ્સની મદદથી કાટમાળમાં લોકોને શોધવામાં આવી રહ્યા છે. સૌથી વધારે તબાહી ગ્વાઈરા રાજ્યમાં થઈ છે. અહી લોકો પોતાના પરિવાર અને પાડોશીને બચાવવા મોટા મશીનો અને કેટલાક સ્થળોએ હાથથી કાટમાળ દૂર કરી રહ્યા છે. કેટલાક લોકો તુટેલી ઈમારત ઉપર ચઢી પોતાના પરિવારનું નામ બોલી રહ્યા છે. જેનાથી કોઈ જીવતા હોય તો તેનો અવાજ સંભળાય શકે.ધૂળ, તીવ્ર ગરમી અને મૃતદેહોમાંથી નીકળતી દુર્ગંધ વચ્ચે બચાવ કામગીરી ચાલુ છે.

ભૂકંપથી 60 લાખ લોકો પ્રભાવિત

સંયુક્ત રાષ્ટ્રની રાત એજન્સીઓના અનુસાર ભૂકંપ પછી 48 થી 72 કલાક કોઈ પણ વ્યક્તિને જીવતા બહાર નીકળવા સૌથી મહત્વપૂર્ણ હોય છે. જો કાટમાળમાં ફસાયેલા લોકોને પાણી અને હવા મળતી રહે તો. તેની બચવાની આશા વધારે દીવસ સુધી રહી શકે છે.

ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનનું અનુમાન છે કે, આ વિનાશકારી ભૂકંપથી અંદાજે 60 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે. જેમાં માત્ર રાજધાની કરાકાસના અંદાજે 20 લાખ લોકો સામેલ છે. તજજ્ઞોનું કહેવું છે કે, બંન્ને ભૂકંપથી મોટું નુકસાન થયું છે. શનિવારે પણ 4.8 ની તીવ્રતાનો આફ્ટરશોક અનુભવાયો હતો, જેનાથી લોકોમાં ફરી ગભરાટ ફેલાયો હતો.ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનએ જણાવ્યું હતું કે, ભૂકંપ વેનેઝુએલામાં 6.7 મિલિયન લોકોને અસર કરી શકે છે, જેમાંથી લગભગ 2 મિલિયન લોકો ફક્ત રાજધાની કારાકાસમાં જ છે.

Breaking News : વેનેઝુએલાના ભૂકંપથી આર્જેન્ટિનાનો ફૂટબોલર શોકમાં, પત્ની અને બાળકો ગુમ, ઘર કાટમાળમાં ફેરવાયું અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
g clip-path="url(#clip0_868_265)">