કાનુની સવાલ : લીગલ નોટિસમાં ચેક ધારકે સ્પષ્ટપણે ‘ચેક રકમ’ માગવી જરુરી છે- દિલ્હી હાઇકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે, જ્યારે ચેક બાઉન્સ થવાના કિસ્સામાં ડ્રોઅરને કાનૂની નોટિસ મોકલવામાં આવે છે, ત્યારે તેણે ખાસ કરીને ચેકની રકમની માંગણી કરવી જોઈએ.

આજના સમયમાં વ્યવહારો માટે ચેકનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે બેંકમાં ચેક જમા કરાવ્યા પછી, તે બાઉન્સ થઈ જાય છે એટલે કે પૈસા મળતા નથી.

દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, જ્યારે ચેક બાઉન્સ થવા પર ડ્રોઅર (ચેક જાહેર કરનાર)ને લીગલ નોટિસ મોકલવામાં આવે છે. ત્યારે તેણે ખાસ કરીને ચેકની રકમની માંગણી કરવી જોઈએ. જો નોટિસમાં ખાસ કરીને ચેકની રકમની માંગણી કરવામાં ન આવે, તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881 ની કલમ 138 હેઠળ કાર્યવાહી શરૂ કરવા માટેની પૂર્વ-શરતો માનવામાં આવશે નહી.

જસ્ટિસઅમિત મહાજને જણાવ્યું હતું કે,"કલમ 138(b) મુજબ, ચુકવણીકાર અથવા ધારકે ડ્રોઅરને 'કથિત રકમ'ની માંગણી કરતી લેખિત નોટિસ આપવી જરૂરી છે. આ કિસ્સામાં, ₹50,000/- ના બે ચેક બાઉન્સ થયા, એટલે કે કુલ ₹1,00,000/- ની રકમ વિવાદમાં હતી. તેથી કાયદા મુજબ, અરજદાર (ચેક ધારક) એ પ્રતિવાદી (ચેક જાહેર કરનાર) પાસેથી ₹1,00,000/- ની સ્પષ્ટ માંગણી કરવી જોઈતી હતી.

જોકે, મોકલવામાં આવેલી કાનૂની નોટિસમાં ચેકની રકમની માંગણી કરવામાં આવી ન હતી. તેના બદલે, "આ નોટિસ મળ્યાના 15 દિવસની અંદર ક્લાયન્ટના બધા લેણાં ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ચૂકવવા પડશે, નહીં તો ક્લાયન્ટને ઉપલબ્ધ કાનૂની ઉપાયો હેઠળ સિવિલ દાવો દાખલ કરવાની ફરજ પડશે. કોર્ટે કહ્યું આ ભાષા ચેકની રકમની સ્પષ્ટ માંગણી દર્શાવતી નથી. જેમ કે કલમ 138માં અપેક્ષિત છે. નોટિસમાં ચેકનો ઉલ્લેખ છે પરંતુ માંગ કુલ બાકીની રકમની છે. ખાસ કરીને ચેકની રકમની નહીં,

કોર્ટે જણાવ્યું હતું કે,માન્યું કે, કલમ 139 હેઠળ અરજદાર વિરુદ્ધ પૂર્વધારણાને રદ કરી હતી. કારણ કે,પ્રતિવાદીએ આ સંભવિત બચાવ ઉઠાવ્યો હતો કે ,અરજદારે એક જ માલની ડિલિવરી માટે બે બિલ જાહેર કર્યા હતા. આ તથ્થોને ધ્યાનમાં રાખીને, કોર્ટે મેજિસ્ટ્રેટની અરજીને ફગાવી દેવાના આદેશને માન્ય રાખ્યો હતો અને કલમ 138 હેઠળ ફરિયાદને ફગાવી દીધી હતી.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.






































































